
અપીલો
(૧) કોઇપણ વ્યકિત કે જે નોંધણી સતાવાળાની કલમો ૪૧ ૪૨ ૪૩ ૪૫ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૨ ૫૩ ૫૫ અગર તો ૫૬ હેઠળના હુકમથી વ્યથિત નારાજ થાય તો આવા હુકમ મળ્યાની તારીખથી ૩૦ દિવસની સમય મયૅાદાની અંદર નિયત થયેલી સતા સમક્ષ તેવા હુકમ વિરૂધ્ધ અપીલ કરી શકશે
(૨) અપીલ અધિકારીએ મુળ અધિકારીને અપીલની નોટીશ આપવી જોઇશે અને મુળ અધિકારીને અને અપીલ કરનારને જાતે કે વકીલ મારફત અપીલ અંગે સુનાવણીની તક આપ્યા પછી પોતાને યોગ્ય લાગે તે હુકમો કરવા જોઇશે
Copyright©2023 - HelpLaw