
હેરફેરના વાહનો બાબત ખાસ જોગવાઇઓ
(૧) (મોટર ટેકસી સિવાયનો) હેરફેરના વાહનના પૈડાને લાગડેલા ટાયરોની સંખ્યા પ્રકાર અને કદ અને તેમની બનાવટ તેમજ મોડેલ અને બીજી સબંધ ધરાવતી બાબતો ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાથી હેરફેરના વાહનની દરેક બનાવટ અને મોડેલના સબંધમાં આવા વાહનનુ વધારેમાં વધારે સલામત (ફૂલ) ભાર સાથેનુ વજન અને આવા વાહનની દરેક ધરીનુ વધારેમાં વધારે સલામત ધરીનુ વજન
નિર્દિષ્ટ કરી શકશે (૨) મોટર ટેકસી સિવાયના હેરફેરના વાહનની નોંધણી કરતી વખતે નોંધણી અધિકારીએ નોંધણીના રેકર્ડમાં અને વાહનના નોંધણીના પ્રમાણપત્રમાં નીચેની વિગતો નોંધવી જોઇશે અને વાહનના માલિકે તે જ વિગતો વાહન ઉપર ઠરાવેલી રીતે દશૅવવી જોઇશે અને
(ક) વાહનનું ભાર વગરનુ વજન (ખ) દરેક પૈડાને લગાડેલા ટાયરોની સંખ્યા પ્રકાર અને કદ (ગ) ભાર સાથેનુ વાહનનુ નોંધેલુ વજન અને વાહનની જુદી જુદી ઘરીઓને લગતા નોંધેલ ધરીના વજન
(ઘ) વાહન માત્ર ઉતારૂઓને લઇ જવા માટે અથવા માલ ઉપરાંત ઉતારુઓ લઇ જવા માટે વાપરવામાં આવતુ હોય અથવા અનુકુળ કરેલુ હોય તો લઇ જવાની ગોઠવણ કરવામાં આવી હોય તે ઉતારૂઓની સંખ્યા. (૩) આવા કોઇ વાહનમાં બનાવટ અને મોડેલના સંબંધમાં અને તેના પૈડાને લગાડેલા ટાયરોની સંખ્યા પ્રકાર અને કદના સબંધમાં પેટા કલમ (૧) હેઠળના જાહેરનામામાં નિર્દિષ્ટ વજન કરતા જુદુ હોય તેવુ તે વાહનનુ કોઇપણ પ્રકારનુ ભાર સાથેનુ વજન અથવા તેની ધરીઓમાંથી કોઇ ધરીનુ નોંધેલુ વજન તેના નોંધણીના પ્રમાણપત્રમાં નોંધી શકાશે નહીં.
પરંતુ કેન્દ્ર સરકારને એમ જણાય કે અમુક જાતના વાહનો માટે અમુક વિસ્તારમાં પેટા કલમ (૧) હેઠળના જાહેરનામામાં નિદિષ્ટ વજન કરતા વધુ વજનની પરવાનગી આપવી જોઇએ ત્યારે કેન્દ્ર સરકાર રાજપત્રમાં હુકમથી આદેશ આપી શકશે કે આ પેટા કલમની જોગવાઇઓ તે હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા કોઇ ફેરફાર સાથે લાગુ પડશે
(૪) તે વાહનમાં ટાયરોની સંખ્યા પ્રકાર કે કદમાંના ફેરફાર સહિતના આવા વાહનમાં કરેલા કોઇ ફેરફારને કારણે ભાર સાથેનુ વાહન નોંધેલુ વજન અથવા તે વાહનની ધરીઓમાંની કોઇ ધરીનુ નોંધેલુ વજન પેટા કલમ
(૩)ની જોગવાઇઓ સાથે સુસંગત ન રહે ત્યારે કલમ પરની જોગવાઇઓ લાગુ પડશે અને નોંધણી અધિકારી સદરહુ પેટા કલમ સાથે સુસંગત હોય તે નવા નોંધેલા વજન વાહનના નોંધણીના પ્રમાણપત્રમાં નોંધવા જોઇશે (૫) વાહનના નોંધણીના પ્રમાણપત્રમાં દાખલ કરેલુ નોંધેલુ એકંદર વાહન પેટા કલમ (૩)ની જોગવાઇઓ અનુસાર સુધારવામાં આવે તે માટે નોંધણી અધિકારી ઠરાવવામાં આવે તે કાયૅરીતિ અનુસાર અને નોંધણી અનુસાર નિર્દિષ્ટ કરે તે સમયની અંદર નોંધણીનાં પ્રમાણપત્રો રજુ કરવાની હેરફેરના વાહનોના માલિકોને ફરજ પાડી શકશે
Copyright©2023 - HelpLaw