મોટર વાહનની આવરદા મયૅાદા નકકી કરવા બાબત - કલમ:૫૯

મોટર વાહનની આવરદા મયૅાદા નકકી કરવા બાબત

(૧) કેન્દ્ર સરકાર જાહેર સલામતીને સરળતા અને આ અધિનિયમના ઉદેશને ધ્યાનમાં વાઇને ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને આ અધિનિયમ અને તે હેઠળ કરેલ નિયમોની જરૂરિયાતોનું પાલન મોટર વાહન કરે તેમ નથી તે પુરી થયા પછી તેની બનાવટની તારીખથી ગણેલ મોટર વાહનની આવરદા નિર્દિષ્ટ કરી શકશે પરંતુ કેન્દ્ર સરકાર જુદા જુદા વગૅ અથવા જુદા જુદા પ્રકારના મોટર વાહનો માટે જુદી જુદી આવરદ નિર્દિષ્ટ કરી શકશે

(૨) પેટા કલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા કેન્દ્ર સરકાર મોટર વાહનના હેતુઓ જેવા કે કોદાંપણ પ્રદર્શનમાં નિદર્શનના હેતુઓ માટે દર્શાવવા અથવા ઉપયોગ ટેકનિકલ સંશોધનના હેતુ માટે વાપરવા અથવા વિન્ટેજ કાર રેલીમાં ભાગ લેવાને ધ્યાનમાં લઇને ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને સામાન્ય અથવા ખાસ હુકમ કરીને એવા જાહેરનામા નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતોને આધીન રહીને જાહેરનામામાં જણાવવાના હેતુઓ માટે પેટા કલમ (૧) ના અમલમાંથી કોઇપણ વર્ગ અથવા પ્રકારના મોટર વાહનને મુકિત આપી શકશે (૩) કલમ ૫૬માં ગમે તે મજકૂર હોય તે છતા કોઇપણ ઠરાવેલ અધિકારી અથવા અધિકૃત ટેસ્ટીંગ સ્ટેશન પેટા કલમ (૧) હેઠળ કાઢેલ કોઇપણ જાહેરનામાની જોગવાઇઓના ઉલ્લંઘન કરીને મોટર વાહનની યોગ્યતાનુ પ્રમાણપત્ર આપી શકશે નહિ