કેન્દ્ર સરકારની માલિકીના વાહનોની નોંધણી - કલમ:૬૦

કેન્દ્ર સરકારની માલિકીના વાહનોની નોંધણી

(૧) કેન્દ્ર સરકાર ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને નિર્દિષ્ટ કરે તેવા અધિકારી કેન્દ્ર સરકારની મિલકત હોય અથવા જે તે સમયે તેના સુવાંગ નિયંત્રણ હેઠળ હોય અને દેશના સંરક્ષણને લગતા સરકારી હેતુઓ માટે વાપરેલ હોય તેવુ કોઇપણ મોટર વાહન નોંધી શકશે અને તે રીતે નોંધાયેલુ કોઇ વાહન કેન્દ્ર સરકારની માલિકનુ અથવા તેના સુવાંગ નિયંત્રણ હેઠળનુ રહે ત્યાં સુધી તે વાહન આ અધિનિયમ હેઠળ બીજી રીતે નોંધાવવાની જરૂર રહેશે નહિ.

(૨) પેટા કલમ (૧) હેઠળ વાહન નોંધાતા અધિકારીએ કેન્દ્ર સરકારે આ અથૅ કરેલા નિયમોમાં જણાવેલી જોગવાઇઓ અનુસાર નોંધણી ચિન્હ આપવુ જોઇશે અને આ અધિનિયમ અને તે હેઠળ કરેલા નિધર્મોની તમામ જરૂરિયાતોનું તે સમયે આવા વાહને પાલન કર્યું છે અને તે વાહન આ કલમ હેઠળ નોંધવામાં આવ્યુ છે તેવી મતલબનુ તે વાહનના સબંધમાં પ્રમાણપત્ર કાઢી જોઇશે

આપવુ (૩) આ કલમ હેઠળ નોંધાયેલા વાહનમાં પેટા કલમ (૨) હેઠળ કાઢી આપેલ પ્રમાણપત્ર રાખવુ જોઇશે (૪) આ કલમ મુજબ નોંધાયેલુ વાહન કેન્દ્ર સરકારની માલિકીનુ અથાવ તેના સંપુર્ણ

નિયંત્રણ શેઠળનું રહેતુ બંધ થાય ત્યારે કલમ ૪૯ અને ૪૦ની જોગવાઇઓ લાગુ પડશે (૫) પેટા કલમ (૧) મુજબ વાહનની નોંધણી કરનાર અધિકારીએ રાજય સરકાર કોઇ સમયે ફરમાવે તેવી વાહનના સમાન્ય પ્રકાર સંપુણૅ માપ તથા ધરીના વજનને લગતી તમામ માહિતી રાજય સરકારને પુરી પાડવી જોઇશે