પ્રકરણ-૪ ટ્રેઇલરને લાગુ પાડવા બાબત - કલમ:૬૧

પ્રકરણ-૪ ટ્રેઇલરને લાગુ પાડવા બાબત

(૧) આ પ્રકરણની જોગવાઇઓ જાણે કે બીજા કોઇપણ મોટર વાહનની નોંધણીને લાગુ પડે છે તેમ ટ્રેઇલરની નોંધણીને લાગુ પડશે (૨) ટ્રેઇલરને માટે અપાયેલુ નોંધણી ચિન્હ વાહનની એક બાજુ ઉપર ઠરાવેલી કેન્દ્ર સરકાર ઠરાવે તેવી રીતે બતાવવુ જોઇશે

(૩) ટ્રેઇલર કે ટ્રેઇલરો લગાડવામાં આવ્યા હોય તે મોટર વાહનનુ નોંધણી ચિન્હો કેન્દ્ર સરકાર ઠરાવે તેવી રીતે યથાપ્રસંગ તે ટ્રેઇલર ઉપર અથવા તેની સાથે જોડેલા ટ્રેઇલરોની હારમાના છેલ્લા ટ્રેઇલર ઉપર દર્શાવ્યા વિના જેને ટ્રેઇલર જોડવામાં આવ્યુ હોય તે મોટર વાહન કોઇ વ્યકિત ચલાવી શકશે નહિ