ચોરાયેલા અને મેળવેલ મોટર વાહનની માહિતી પોલીસે રાજય વાહન વ્યવહાર સતાધિકારીને આપવા બાબત - કલમ:૬૨

ચોરાયેલા અને મેળવેલ મોટર વાહનની માહિતી પોલીસે રાજય વાહન વ્યવહાર સતાધિકારીને આપવા બાબત

રાજય સરકાર લોક હિતમાં તેમ કરવુ જરૂરી અથવા ઇષ્ટ ગણે તો (ગમે તે હોદ્દાથી ઓળખાતા) ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસે અને રાજય સરકાર આ અથૅ નિર્દિષ્ટ કરે તેવા બીજા પોલીસ અધિકારીઓને જે વાહનો ચોરાયેલા હોય અને ચોરાયેલ વાહન જેની તપાસ પોલીસે કરી હોય તે મળી આવે તે સબંધી માહિતીવાળુ પત્રક રાજય વાહનવ્યવહાર સતાધિકારીને રજુ કરવા આદેશ આપી શકશે અને જે મુદતની અંદર આવુ અને જે નમુનામાં આવુ પત્રક તૈયાર કરવુ જોઇશે તે મુદત અને નમૂનો ઠરાવી શકશે