નિયમો કરવાની કેન્દ્ર સરકારની સતા
કેન્દ્ર સરકાર નીચેની તમામ અથા કોઇપણ બાબત માટે જોગવાઇ કરવા નિયમો કરી શકશે
(એ) જે મુદતની અંદર અને જે નમુનામાં અરજી કરવી જોઇશે તે મુદત અને નમુના બાબત અને કલમ ૪૧ની પેટા કલમ (૧) હેઠળ તેની સાથે જોડવાના દસ્તાવેજ વિગતો અને માહિતી બાબત
(બી) જે નમુનામાં નોંધણી પ્રમાણપત્ર તૈયાર કરવુ જોઇશે તે નમૂનો અને તેમાની વિગતો અને માહિતી અને કલમ ૪૧ની પેટા કલમ (૩) હેઠળ તે કાઢી આપવાની રીત બાબત
(સી) જે નમુનામાં અને જે રીતે નો;ધણી પત્રમાણપત્રની વિગતો કલમ ૪૧ની પેટા કલમ (૫) હેઠળ નોંધણી અધિકારીના રેકડૅમાં નોંધણી જોઇશે તે નમુના અને રીત બાબત
(ડી) કલમ-૪૧ની પેટા કલમ (૬)માં ઉલ્લેખેલ નોંધણી ચિન્હો અક્ષર અને આંકડા અને બીજી વિગતો જે રીતે અને જે નમુનામાં પ્રદશિત અથવા દશૅવવા જોઇશે તે રીતે અને નમુના બાબત
(( (ડી-એ) કલમ – ૪૧ ની પેટા કલમ (૭) હેઠળ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની યથૅાથતા માટેના સમયગાળાની જોગવાઇ કરવામાં આવશે.))
(ઇ) જે મુદતની અંદર અને જે નમુનામાં અરજી કરવી જોઇશે તે મુદત અને નમુના બાબત અને કલમ ૪૧ની પેટા કલમ (૮) હેઠળ તેમા હોવી જોઇશે તે વિગતો અને માહિતી બાબત
(( (ઇ-એ) કલમ-૪૧ ની પેટા કલમ (૧૦) હેઠળ વિવિધ પ્રકારના મોટર વાહનો માટેના રજિસ્ટ્રેશન પ્રમાણપત્રના રીન્યુઅલ માટેનો સમયગાળો))
(એફ) કલમ ૪૧ ની પેટા કલમ (૧૪)માં ઉલ્લેખેલ અરજી જે નમુનામાં કરવી જોઇશે તે નમુના બાબત તેમાં હોવી જોઇશે તે વિગતો અને માહિતી અને લેવાની ફી બાબત
(( (એફ-એ) કલમ-૪૩ હેઠળ કામચલાઉ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર કામચલાઉ રજિસ્ટ્રેશન ચિન્હ કાઢી આપવા બાબત (એફ-બી) કલમ-૪૪ ની પેટા કલમ (૧) હેઠળ નોંધણી સતા સમક્ષ અધિકૃત ડિલર દ્રારા વેચાણ કરતા મોટર વાહન રજૂ નહિ કરવા માટેની બોલીઓ અને શરતો.))
(જી) કલમ-૪૭ની પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ અરજી જે નમુનામાં જે મુદતની અંદર કરવી જોઇશે તે નમૂનો અને મુદત અને તેમા હોવી જોઇશે તે વિગતો બાબત
(એચ) કલમ-૪૮ની પેટાકલમ (૧) હેઠળ ના-વાંધા પ્રમાણપત્ર માટેની અરજી કરવાના નમુના અને રીત બાબત અને કલમ-૪૮ ની પેટા કલમ (૨) હેઠળ કાઢી આપવાની પહોંચના નમુના બાબત
(આઇ) કલમ-૪૮ હેઠળ ના-વાંધા પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે તે પહેલા અરજદારે પાળવાની બાબત (જે) કલમ-૪૯ની પેટા કલમ (૧) હેઠળ જે નમુનામાં સરનામામા ફેરફારની જાણ કરવી જોઇશે તે નમુના અને તે અરજી સામે રજુ કરવાના દસ્તાવેજો બાબત
(( (જે-એ) કલમ-૪૯ની પેટા કલમ (૧-એ) હેઠળ સરનામું બદલાવાની જાણકારી આપવા માટે અને આવી જાણકારી સાથે રજૂ કરવાના દસ્તાવેજો જેમા અધિકૃતતાનો પુરાવો સમાવિષ્ટ હોય તે આપવા માટેનો નમૂનો અને ઇલેકટ્રોનિક રીતે માહિતી આપવાની રીત. )) (કે) કલમ-૫૦ની પેટા કલમ (૧) હેઠળ અથવા કલમ ૫૦ની પેટા કલમ (૨) હેઠળ માલિકી તબદીલીની જાણ જે નમુનામાં અને જે રીતે કરવી જોઇશે તે નમુના અને તે અરજી સાથે રજુ કરવાના દસ્તાવેજ બાબત
(એલ) કલમ-૫૧ ની પેટા કલમ (૨) અથવા પેટા કલમ (૩) હેઠળ જે નમુનામાં અરજી કરવી જોઇશે તે નમુના બાબત (( (એલ-એ) કલમ-૫૨ ની પેટા કલમ (૨) હેઠળ કોઇપણ ફેરફાર માટેના સ્પેફીકેશનો માન્યતાની શરતો રીટ્રોફીટમેન્ટ અને અન્ય સંબંધિત બાબતો
(એલ-બી) કલમ-૫૨ ની પેટા કલમ (૨) હેઠળ કોઇપણ ફેરફાર કરાયેલ વાહનને સ્વીકૃત વાહનમાં ફેરવવા માટેની શરતો. )) (એમ) કલમ-૫૬ની પેટા કલમ (૧) હેઠળ જે નમુનામાં યોગ્યતા પ્રમાણપત્ર કાઢી આપવુ જોઇશે તે નમુના બાબત અને તેમા હોવી જોઇશે તે વિગતો અને માહિતી બાબત
(એન) કલમ- ૫૬ હેઠળ જે મુદત માટે આપેલ અથવા તાજુ કરી આપેલ યોગ્યતા પ્રમાણપત્ર અમલમાં રહેવુ તે મુદત બાબત
(( (એન-એ) કલમ-૫૬ની પેટા કલમ (૬) હેઠળ પરિવહન વાહન ઉપર લગાડવાનો થતો તફાવત સૂચક માર્કે (એન-બી) કલમ-૫૬ ની પેટા કલમ (૭) હેઠળ બિન પરિવહન વાહન માટેની શરતો કલમ-૫૬ હેઠળની અરજીને લાગુ પાડવા (એન-સી) કલમ-૫૯ ની પેટા કલમ (૪) હેઠળ મોટર વાહન અને તેના ભાગોના જીવનકાળ વધારવા માટેનુ રીસાયકલીંગ )) (ઓ) નોંધણીના પ્રમાણપત્રો આપવા કે તાજા કરવા કે તેમા ફેરફાર માટે નોંધણીના પ્રમાણપત્ર ઉપર માલિકીપણાની તબદીલી સબંધી નોંધ કરવા નોંધણી પ્રમાણપત્ર ઉપર ભાડા ખરીદી કબૂલાત અથવા સાનગીરો સબંધમાં શેરો કરવા કે રદ કરવા માટે યોગ્યતાના પ્રમાણપત્રો માટે નોંધણી ચિન્હો માટે અને મોટર વાહનોની તપાસ કે તપાસણી માટે લેવાની ફી અને તેનુ રિફંડ (( ઓ-એ) કલમ ૬૨-બી હેઠળની બધીજ અથવા કોઇપણ બાબત.
(ઓ-બી) કલમ – ૬૩ ની પેટા કલમ (૧) અને (૨) હેઠળની બધીજ અથવા કોઇપણ બાબત. )) (પી) કેન્દ્ર સરકારે ઠરાવવાની અથવા ઠરાવે તેવી બીજી બાબતો
(( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૬૪ની પેટા ખંડ (ડી-એ) (ઇ-એ) (એફ-એ) (એફ-બી) (જે-એ) (એલ-એ) (એન-એ) (એન-બી) (એન-સી) (ઓ-એ) (ઓ-બી) નો ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw