નિયમો કરવાની રાજય સરકારને સતા - કલમ:૬૫

નિયમો કરવાની રાજય સરકારને સતા

(૧) કલમ ૬૪માં નિર્દિષ્ટ કરેલી બાબતો સિવાયની આ પ્રકરણની જોગવાઇઓનો અમલ કરવા માટે રાજય સરકાર નિયમો કરી શકશે

(૨) પુવૅવતી સતાની વ્યાપકતાનો બાધ આવ્યા વિના એવા નિયમોની નીચેની બાબતો માટે જોગવાઇ થઇ શકશે

(એ) આ પ્રકરણ હેઠળની અપીલો અને સુનાવણી (આવી અપીલોના સબંધમાં આપવાની ફી તેમજ આવી ફીનું રિફંડ) (બી) નોંધણી અધિકારીઓ અને બીજા ઠરાવેલા અધિકારીઓની નિમણુક કાયૅ અને હકુમત

(સી) આ પ્રકરણની અને તે હેઠળ કરેલા નિયમો તમામ કે કોઇ જોગવાઇઓમાંથી રોડરોલરો ગ્રેઠર અને ફકત રસ્તા બાંધવા દુરસ્ત કરવા તેમજ સાફ કરવા માટે યોજેલા અને વાપરવામાં આવતા મોટર વાહનોની માફીઅને તેને લગતી શરતો

(ડી) નોંધણીના અને યોગ્યતાના પ્રમાણપત્રો કાઢી આપવા બાબત અને ખોવાયેલા નાશ પામેલા કે ફાટેલા તુટેલ પ્રમાણપત્રોને બદલે આવા પ્રમાણપત્રોની બીજી પ્રત કાઢી આપવા બાબત (ઇ) નોંધણીના પ્રમાણપત્રોમાં એકંદર વાહનના વજનને લગતી વિગતોની નોંધમાં ફેરફાર કરવા માટે

નોંધણી અધિકારી સમક્ષ નોંધણીમાં પ્રમાણપત્રોની રજુઆત

(એફ) (( કલમ-૪૩નાં પરંતુક મુજબ )) મોટર વાહનોની હંગામી નોંધણી અને હંગામી નોંધણીનાપ્રમાણપત્રો બાબત અને ચિન્હો આપવા

(જી) કલમ-૫૮ની પેટા કલમ (૨)માં ઉલ્લેખેલી વિગતો અને બીજી ઠરાવેલી વિગતો દર્શાવવાની રીત બાબત

(એચ) ઠરાવેલ વ્યકિતઓ કે ઠરાવેલ વર્ગની વ્યકિતઓને આ પ્રકરણ મુજબ ભરવાની તમામ અથવા ફીનો કોઇ ભાગ ભરવામાંથી મુકિત

(આઇ) કેન્દ્ર સરકારે ઠરાવ્યા હોય તે નમુના સિવાયના આ પ્રકરણ હેતુઓ માટે વાપરવાના નમુના

(જે) નોંધણી અધિકારીઓએ એકબીજાને નોંધણીના પ્રમાણપત્રોની વિગતો જણાવવા બાબત અને રાજયની બહાર નોંધાયેલા વાહનોના માલિકોએ એવા વાહનોની અને તેમની નોંધણીની વિગતો જણાવવા બાબત

(કે) કલમ ૪૧ની પેટા કલમ (૧૩) અથવા કલમ ૪૭ની પેટા કલમ (૭) અથવા કલમ ૪૯ની પેટા કલમ (૪) અથવા કલમ ૫૦ની પેટા કલમ (૫) હેઠળની રકમ અથવા રકમો બાબત (એલ) યોગ્યતાના પ્રમાણપત્રોને તાજા કરવા માટેની અરજીઓ ઉપર વિચારણા ચાલતી હોય તે દરમ્યાન તે પ્રમાણપત્રોના કાયદેસરપણાની મુદત લંબાવવા બાબત

(એમ) વેપારીઓના કબ્જામાંના મોટર વાહનોની વાહનોની આ પ્રકરણની જોગવાઇઓમાંથી મુકિત અને

મુકિત આપવા માટેની શરતો અને ફી (એન) જે નમુનામાં અને જે મુદતની અંદર કલમ ૬૨ હેઠળ પત્રક મોકલવુ જોઇશે તે નુમના અને મુદત બાબત

(ઓ) રદ કરેલ છે.

(પી) ઠરાવવાની કે ઠરાવી શકાય તેવી બીજી બાબત (( નોંધઃ- સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ-૬૫ની પેટા કલમ (૨) ના ખંડ (એફ)માં સુધારા અને પેટા ખંડ (ઓ) રદ કરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))