
પરમીટની જરૂરીયા
(૧) હેરફેરના વાહનો કોઇ માલિક કોઇ જાહેર જગામાં તે વાહન તે જગામાં જે રીતે વાપરવામાં આવતું હોય તે રીતે વાહન વાપરવાનો
અધિકાર આપતી કોઇ પ્રાદેશિક કે રાજય વાહનવ્યવહાર સતા મંડળે અથવા કોઇ ઠરાવેલ અધિકારીએ આપેલી કે સામી સહી કરેલી પરમીટની શરતો અનુસાર હોય તે સિવાય તે વાહન તે વાહનમાં કોઇ ઉતારૂ કે માલ ખરેખર લઇ જવામાં આવતો હોય તે ન હોય તો પણ વાપરી કે વાપરવા દઇ શકશે નહીં પરંતુ સ્ટેજ કેરેજ પરમીટમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી કોઇ શરતોને આધીન રહીને તે પરમીટમાં વાહન કોન્ટ્રેકટર કેરેજ તરીકે વાપરવાનો અધિકાર આપવો જોઇશે.
વધુમાં સ્ટેજ કેરેજ પરમીટમાં નિર્દિષ્ટ કરેલી શરતોને આધીન રહીને તેમા ઉતારૂઓ લઇ જવામાં આવતા હોય કે ન હોય ત્યારે તે પરમીટથી તે વાહન માલવાહન તરીકે વાપરવાનો અધિકાર આપી શકાશે વળી માલ વાહનની પરમીટમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતોને આધીન રહીને તે પરમીટ ધરાવનારને પોતાના વેપાર કે ધંધા માટે કેતેના સબંધમાં માલ લઇ જવા તે વાહન વાપરવાનો અધિકાર મળશે
(( જોગવાઇ કરવામાં આવે છે કે જયારે પરિવહન વાહનને આ અધિનિયમ હેઠળ કોઇ પરમિટ અથવા પરમીટને તેમજ લાયસન્સ આપવામાં આવેલ હોય જેથી તેવા વાહનનો ઉપયોગ આપવામાં આવેલી પરમીટ અથવા પરમીટો લાયસન્સ હેઠળ વાહનના માલિકની વિવેકબુધ્ધિ આધીન કરી શકાશે. ))
(૨) માલ વાહનની પરમીટ ધરાવનાર કરાવવામાં આવે તેવી શરતોને આધીન રહીને તેની માલિકીના ન હોય તેવા કોઇપણ જાહેર અથવા સેમી ટ્રેઇલર ખેંચવા માટે વાહન વાપરી શકશે
(એવી જોગવાઇઓ કરવામાં આવે છે કે આર્ટીકયુલેટેડ વાહનની પરમીટ ધારક અન્ય કોઇ સેમી ટ્રેઇલર માટે તે આર્ટીકયુલેટેડ વાહનના પ્રાઇમ મુવરનો ઉપયોગ કરી શકશે) (૩) પેટા કલમ (૧) નીચેનાને લાગુ પડશે નહિ. (એ) કેન્દ્ર સરકાર કે રાજય સરકારની માલિકીના અને કોઇ વ્યાપારી પ્રવૃતિ જોડે ન સંકળાયેલ હોય તેવા સરકારી હેતુઓ માટે
વપરાતા કોઇ હેરફેરના વાહનને, (બી) કોઇ સ્થાનિક સતામંડળની અથવા સ્થાનિક સતામંડળ સાથેના કરાર મુજબ કામ કરી રહેલ વ્યકિતની માલિકીના માત્ર
સાફ કરવાના તેના ઉપર પાણી છાંટવાના અથવા ભંગીકામના હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા કોઇ હેરફેરના વાહનને (સી) પોલસ ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સના હેતુ માટે જ ઉપયોગમાં લેવામાં આવતા કોઇ હેરફેરના વાહનને,
(ડી) શબ અને શબની સાથે ડાઘુઓને લઇ જવાના હેતુ માટે જ ઉપયોગમાં લેવામાં આવતી કોઇ હેરફેરના વાહનને,રસ્તા
(ઇ) બગડેલ વાહનને ખેંચી જવાને અથવા તેવા વાહનમાંથી માલ સલામત જગાએ લઇ જવાને માટે ઉપયોગમાં લેવામાં આવતા
કોઇ હેરફેરના વાહનો, (એફ) આ અથૅ રાજય સરકાર ઠરાવે તેવા બીજા કોઇ જાહેર હેતુ માટે વાપરવામાં આવતા કોઇ હેરફેરના વાહનને,
(જી) મોટર વાહનનો બનાવનાર અથવા તેનો વ્યપાર કરનાર વ્યકિત અથવા ચેસિસને જોડવા સાથે બોડી બનાવનાર વ્યકિત કેન્દ્ર
સરકાર આ અર્થે રાજપત્રમાં જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તે હેતુઓ માટે જ અને તે શરતો અનુસાર વાપરી રહેલ હોય તેવો કોઇ હેરફેરના વાહનને
(એચ) રદ કરેલ છે.
(આઇ) જેનુ એકંદર વાહન વજન ૩૦૦૦ કિલોગ્રામ કરતા વધુના હોય તેવા કોઇપણ માલ વાહનને (જે) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી નિદિષ્ટ કરે તે શરતોને આધીન રહીને એક રાજયમાં ખરીદેલા અને કોઇ ઉતારૂ કે માલ વગર વિજા કોઇ રાજયમાં આવેલા કોઇ સ્થળે જતા કોઇ હેરફેરના વાહનને,(-) કલમ ૪૩ હેઠળ કામચલાઉ નોંધવામાં આવેલા અને વાહન નોંધવાના હેતુ માટે કોઇ સ્થળે ખાલી જતા હેરફેરના વાહનને, (એલ) રદ કરેલ છે.
(એમ) પૂર ધરતીકંપ કે બીજી કોઇ કુદરતી આફતને કારણે રસ્તાના અવરોધ અથવા અણધાર્યે । સંજોગોથી તેના મુકામ ઉપર પહોંચાડવા રાજયમાંના કે તેની બહારના બીજે રસ્તે વાળવાનુ આવેલા હેરફેરના વાહનને
(એન) કેન્દ્ર અથવા રાજય સરકાર હુકમ કરીને નિર્દિષ્ટ કરે તેવા હેતુઓ માટે વાપરેલ કોઇપણ હેરફેરના વાહનને
(ઓ) ભાડા-ખરીદ પટે અથવા સાન-ગીરો કબલ્કતને આધીન હોય અને માલિકની કસૂરને કારણે માલિકે જેની સાથે આવી કબૂલાત કરી હોય તે વ્યકિત દ્રારા અથવા તેના વતી કબજામાં લેવાને કારણે તેના મુકામ ઉપર આવા વાહનને પહોંચાડવા માટે હોય તેવા કોઇપણ હેરફેરના વાહનનો
(પી) સમારકામના હેતુ માટે કોઇ સ્થળે ખાલી જતા હેરફેરના વાહનને (( કલમ-૬૭ની પેટા કલમ (૩) જોગવાઇઓને આધીન રહીને રાજય સરકાર તેવું ઠરાવે તો કલમ ૮૮-એની પેટા કલમ (૧) ડ્રાઇવર સિવાય નવ કરતાં વધુ વ્યકિતઓને લઇ જવા અનુકૂળ કરેલ હોય તેવા મોટર વાહનને લાગુ પડશે. )) (૪) પેટા કલમ (૩)ની જોગવાઇઓને આધીન રહીને કલમ ૯૬ હેઠળ કરેલા નિયમથી રાજય સરકાર તેવું ઠરાવે તો પેટા કલમ (૧) ડ્રાઇવર સિવાય નવ કરતા વધુ વ્યકિતઓને લઇ જવા અનુકૂળ કરેલ હોય તેવા મોટર વાહનને લાગુ પડશે. (( સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૬૬ની પેટા કલમ (૧) માં નવી જોગવાઇ અને પેટા કલમ (૩)માં પેટા ખંડ (પી) પછી (કયું) ઉમેરવામાં આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ ))
Copyright©2023 - HelpLaw