
માર્ગે વાહન-વ્યવહારનું નિયંત્રણ કરવાની રાજય સરકારની સતા
(૧) રાજય સરકાર (એ) મોટર વાહનવ્યવહારના વિકાસથી જનતા વેપાર અને ઉધોગને થતા ફાયદા અને (બી) માગૅ અને રેલવે વાહનવ્યવહારનુ સંકલન કરવાની ઇચ્છનીયતા અને
(સી) માગૅ વ્યવસ્થાની ક્ષમતા ઘટી અટકાવવાની ઇચ્છનીયતા અને
(ડી) મોટર વાહનો વચ્ચે ન પોસાય તેવી હરીફાઇ અટકાવવાની ઇચ્છનીયતા ધ્યાનમાં લઇને વખતોવખત રાજયપત્રમાં જાહેરનામાંથી નીચેની બાબતો સંબંધમાં રાજય વાહનવ્યવહાર સતા મંડળને અને પ્રાદેશિક વાહનવ્યવહાર સતા મંડળને આદેશો આપી શકશે
(૧) સ્ટેજ કેરેજો કોન્ટ્રેકટ કેરેજો અને માલવાહન માટેના (વધુમાં વધુ અને ઓછામાં ઓછા સહિતા) નિયત કરવાના ભાડાના અને નર્સના દરો
(એવુ ઠરાવવામાં આવે છે કે સ્ટેજ કેરેજીસ કોન્ટ્રેકટ કેરેજીસ અને ગુડઝ કેરેજીસ કે જે બેટરી કુદરતી ગેસ (કોમ્પ્રેસ્ડ) અગર તો સૂયૅશકિત દ્રારા ચાલતા વાહનોના માલિક અથવા ઓપરેટર તેમને યોગ્ય લાગે તેવા ભાડા અને સૂર નકકી કરી શકશે.) (૨) માલ વાહન દ્રારા કરાતી લાંબા અંતરની માલ લઇ જવાની તમામ હેરફેર અથવા નિદિષ્ટ કરેલા
વર્ગ ના માલની હેરફેર ઉપર પ્રતિબંધ અથવા આદેશોમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે શરતોને આધીન રહીને તેનુ નિયંત્રણ (૩) સામાન્ય રીતે મોટર વાહનવ્યવહારનુ નિયમન કરવાના અને ખાસ કરીને વાહનવ્યવહારના બીજા સાધનો અને લાંબા અંતરની માલની હેરફેર સાથે તેનુ સંકલન કરવા માટે કેન્દ્ર સરકાર કે બીજી કોઇ રાજય સરકાર અથવા કોઇ દેશની સરકાર સાથે કરેલી કોઇ સમજર્તીનો અમલ કરવા માટે રાજય સરકારને જરૂરી કે ઇષ્ટ લાગે તેવી બીજી કોઇ બાબત
પરંતુ સૂચિત આદેશોની મુસદ્દાની રાજપત્રમાં પ્રસિધ્ધિ પછીના એક મહિના કરતા વહેલી નહિ તેવી જે તારીખે કે ત્યાર પછી મૃસદ્દાની વિચારણા હાથ ધરાવાની હોય તે તારીખ નિર્દિષ્ટ કરી તે આદેશોનો મુસદ્દો રાજપત્રમાં પ્રસિધ્ધ કર્યું વિના તથા મળે તે વાંધા કે સૂચન અંગે અસર પામતા હિતોના પ્રતિનિધઓને સુનાવણીની તક આપ્યા પછી રાજય માર્ગ વાહનવ્યવહાર સતામંડળ સાથે વિચાર વિનિમય કર્યું વિના ખંડો (૨) અથવા ખંડો (૩)માં જણાવેલી બાબતો સબંધમાં આવુ જાહેરનામુ બહાર પાડી શકાશે નહિ.
(૨) સ્ટેજ કેરેજ કોન્ટ્રેકટ કેરેજ અને માલ વાહનના ભાડા અને નૂર નકકી કરવા સબંધી પેટા કલમ (૧) હેઠળનો કોઇ આદેશથી એવી જોગવાઇ કરી શકાશે કે ઉતારૂઓ અને માલ ઉપરના વેરાને લગતા તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદા હેઠળ સ્ટેજ કેરેજ કોન્ટ્રેકટ કેરેજ અથવા માલ વાહન ચલાવનારને પ્રસંગ પ્રમાણે ઉતારૂઓને અથવા માલ મોકલનારાઓએ આપવાના વેરાનો આવા ભાડા અથવા નૂરમાં વધારો થશે.
Copyright©2023 - HelpLaw