વાહનવ્યવહાર સત્તા મંડળો, - કલમ:૬૮

વાહનવ્યવહાર સત્તા મંડળો,

(૧) રાજય સરકારે રાજપત્રમાં જાહેરનામાંથી પેટાકલમ (૩)માં નિર્દિષ્ટ કરેલી સતાઓ વાપરવા અને કાર્યો બજાવવા માટે તે રાજય અને રાજય વાહનવ્યવહાર સત્તામંડળ રચવુ જોઇશે અને તે જ પ્રમાણે દરેક પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળના સબંધમાં સદરહુ જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા (આ પ્રકરણમાં પ્રદેશો તરીકે ઉલ્લેખેલા) સમગ્ર વિસ્તારોમાં આ પ્રકરણથી કે તે હેઠળ તે સતામંડળોને સોંપાયેલ સતા વાપરવા અને કાર્ય। બજાવવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળો રચવા જોઇશે.

પરંતુ સંઘ રાજયક્ષેત્રોમાં વહીવટક્ત કોઇ પ્રાદેશિક સતામંડળ ન રચે તો ચાલશે. (૨) રાજય વાહનવ્યવહાર સતામંડળ અથવા પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ રાજય સરકાર નીમવાનુ યોગ્ય ધારે તેવા ન્યાયાધીશ તરીકેના અનુભવવાળા અથવા એપેલેટ અથવા રીવીઝન અધિકારી તરીકેની અનુભવવાળા અથવા કોઇપણ કાયદા હેઠળ કોઇ નિર્ણય કરવા કે હુકમ કરવા માટે સક્ષમ ન્યાયિક અધિકારી તરીકેના અનુભવવાળા એક અધ્યક્ષ અને રાજય વાહનવ્યવહાર સતામંડળની બાબતમાં ઓછામાં ઓછી બે (સરકારી કે બિનસરકારી) વ્યકિતઓનું બનેલુ હોવુ જોઇશે પરંતુ માલિક તરીકે કમૅચારી તરીકે કે બીજી કોઇ રીતે કોઇ વાહનવ્યવહાર અન્ડરટેકિંગમાં કોઇ નાણાંકીય હીતસંબંધ ધરાવનાર વ્યકિતને રાજય કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળના સભ્ય તરીકે નીમી કે ચાલુ રાખી શકાશે નહિ અને જો એવા સતામંડળની સભ્ય હોય તે કોઇ વ્યકિત કોઇ વાહનવ્યવહાર અન્ડરટેકિંગમાં નાણાંકીય હિત પ્રાપ્ત કરે તો તે હિત પ્રાપત કય ના ચાર અઠવાડિયાની અંદર તેણે રાજય સરકારને તે હિત પ્રાપ્ત કર્યાની લેખિત નોટીશ આપવી જોઇશે અને પોતાનો હોદ્દો ખાલી કરવી જોઇશે પરંતુ યથાપ્રસંગ રાજય વાહનવ્યવહાર સતામંડળ કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળના સભ્યો પૈકીના કોઇ સભ્યને પોતે ન્યાયાધિશ તરીકેના અનુભવવાળો અથવા એપેલેટ અથવા રીવીઝન અધિકારી તરીકેના અનુભવવાળો અથવા કોઇ પણ કાયદા હેઠળ કોઇ નિર્ણય કરવા કે હુકમ કરવા માટે સક્ષમ ન્યાયિક અધિકારી તરીકેનો અનુભવવાળો ન હોવા છતા અધ્યક્ષની ગેરહાજરી દરમ્યાન તે સતા મંડળની બેઠકનુ અધ્યક્ષસ્થાન લેવામાં આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહી વધુ રાજય સરકાર નીચે પ્રમાણે કરી શકશે (૧) જયાં પોતાને તેમ કરવાનુ જરૂરી છે કે ઇષ્ટ જણાય ત્યાં ન્યાયાધીશ તરીકેના અનુભવવાળા અથવા એપેલેટ અથવા રીવીઝન

અધિકારી તરીકેના અથવા કોઇ કાયદા હેઠળ કોઇ હુકમ કરવા કે નિણૅય કરવા માટે સક્ષમ ન્યાયિક અધિકારી તરીકે અનુભવવાળા માત્ર એક સભ્યનું બનેલું રાજય વાહનવ્યવહાર સત્તામંડળ કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ કોઇ પણ પ્રદેશ માટે રચી શકશે (૨) આ અર્થે નિયમો કરીને અધ્યક્ષ કે બીજા કોઇ સભ્યની ગેરહાજરીમાં આવા સતામંડળનુ કામકાજ કરવા માટે જોગવાઇ કરી

શકશે અને જે પ્રકારનુ જે સંજોગોમાં અને જે રીતે એ જે રીતે એ પ્રમાણે કામકાજ કરી શકાય તે નિર્દિષ્ટ કરી શકશે વળી (વાહનવ્યવહાર અન્ડરટેકિંગના વહીવટ કે પ્રવૃતિ સાથે સીધો સબંધ ધરાવતા અધિકારી સિવાયના) કોઇ અધિકારીને નોકરીએ રાખનાર સરકાર વાહનવ્યવહાર અન્ડરટેકિંગમાં કોઇ નાણાંકીય હિત ધરાવે છે અથવા તેણે તેવુ હિત પ્રાપ્ત કર્યું છે એ કારણે જ તેવા કોઇ અધિકારી આ કલમમાંના કોઇ મજકૂરથી આવા કોઇ સત્તા મંડળના સભ્ય તરીકે નિમવા કે ચાલુ રહેવા માટે ગેરલાયક થતા હોવાનું સમજવુ નહીં.

(૩) રાજય વાહનવ્યવહાર સતામંડળે અને દરેક પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે કલમ ૬૭ હેઠળ કાઢેલા કોઇ આદેશોનો અમલ કરવો જોઇશે અને રાજય વાહનવ્યવહાર સતામંડળ તે આદેશોને આધિન રહીને એને આ અધિનિયમથી કે તે હેઠળ અન્યથા ઠરાવ્યુ હોય તે સિવાય તે સમગ્ર રાજયમાં નીચે મુજબ સતાઓ વાપરશે અને કાર્યો બજાવશે

(એ) રાજયમાં હોય તે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળોની પ્રવૃત્તિઓનુ અને નીતિઓનુ સંકલન અને નિયમન (બી) કોઇ પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ ન હોય ત્યાં તે સત્તામંડળની ફરજોનુ પાલન અને તેને યોગ્ય લાગે તો અથવા કોઇ પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ તેને તેમ કરવા જણાવે તો બે કે તેથી વધારે પ્રદેશો વચ્ચેના સહિયારા માર્ગે સબંધમાં તે સત્તા મંડળનીફરજોનુ પાલન (સી) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળી વચ્ચે મતભેદો ઊભા થાય તે તમામ બાબતો અંગેની તમામ તકરારોનો ઉકેલ (અને નિર્ણય અને સ્ટેજ કરેજીસ માટે માગૅની રૂપરેખા (રૂલ્સ) સરકાર નકકી કરશે)

(૪) પેટાકલમ (૩)માં નિદિષ્ટ કરેલી સતા વાપરવા અને કાર્યો બજાવવાના હેતુ માટે રાજય વાહનવ્યવહાર સતામંડળ ઠરાવવામા આવે તે શરતોને આધીન રહીને કોઇ પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળને આદેશો આપી શકશે અને તે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ આ અધિનિયમ હેઠળના પોતાના કાર્યો બજાવવામાં તે આદેશોનો અમલ કરવો જોઇશે અને તેમને અનુસરવુ જોઇશે, (૫) કલમ ૯૬ મુજબ કરેલા નિયમોથી આ અથૅ અધિકાર આપ્યો હોય તો રાજય વાહનવ્યવહાર સતા મંડળ અને કોઇ પ્રાદેશિક નિયંત્રણો મય ાદાઓ અને વાહનવ્યવહાર સતામંડળ સદરહુ નિયમોથી ઠરાવવામાં આવે તે સત્તામંડળ કે વ્યકિતને ઠરાવવામાં આવે તેવા શરતોને આધીન રહીને અને ઠરાવવામાં આવે તે પોતાના સતા અને કાર્યો સોપી શકશે.