
પરમીટો માટેની અરજીઓ અંગે સામાન્ય જોગવાઇ
(૧) પરમિટ માટેની દરેક અરજી જયાં વાહન કે વાહનો ઉપયોગમાં લેવાના હોય તે પ્રદેશના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળને કરવી જોઇશે
પરંતુ એક જ રાજયમાં આવેલા બે કે તેથી વધુ પ્રદેશમાં વાહન કે વાહનો ઉપયોગમાં લેવાના હોય તો જે પ્રદેશમાં સૂચિત માગૅનો કે વિસ્તારનો મોટો ભાગ આવેલો હોય તે પ્રદેશના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળને આવી અરજી કરવી જોઇશે અને દરેક પ્રદેશમાંનો સૂચિત માગૅ કે વિસ્તારનો ભાગ લગભગ સરખો હોય તો જે પ્રદેશમાં તે વાહન કે વાહનો રાખવા ધારેલ હોય તે પ્રદેશના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળનો અરજી કરવી જોઇશે.
વધુમાં જુદા જુદા રાજયોમાં બે કે તેથી વધુ પ્રદેશોમાં વાહન કે વાહનો ઉપયોગમાં લેવા ધારેલ હોય તો તે અરજી જે પ્રદેશમાં અરજદાર રહેતો હોય અથવા જે પ્રદેશમાં તેનુ ધંધાનું મુખ્ય સ્થળ આવેલુ હોય તે પ્રદેશના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળને કરવી જોઇશે.
(૨) પેટાકલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી આદેશ આપી શકશે કે જુદા જુદા રાજયોમાંના બે કે તેથી વધુ પ્રદેશોમાં લેવા ધારેલ કોઇ વાહન કે વાહનોની બાબતમાં તે પેટા કલમ હેઠળની અરજી જે પ્રદેશમાં અરજદાર રહેતો હોય અથવા જે પ્રદેશમાં તેનુ ધંધાનુ મુખ્ય સ્થળ આવેલ હોય તે પ્રદેશના રાજય વાહનવ્યવહાર સતામંડળને કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw