સ્ટેજ કેરેજની પરમિટ માટેની અરજી - કલમ:૭૦

સ્ટેજ કેરેજની પરમિટ માટેની અરજી

સ્ટેજ કેરેજ સબંધમાં અથવા અનામત સ્ટેજ કેરેજ તરીકે પરમિટ (જેને આ પ્રકરણમાં સ્ટેજ કેરેજની પરમિટ તરીકે ઉલ્લેખી છે તે) માટેની અરજીમાં શકય હોય તેટલે અંશે નીચેની વિગતો હોવી જોઇએ

(એ) અરજી જેને લગતી હોય તે માગૅ કે માગૅ। અથવા વિસ્તાર કે

વિસ્તારો (બી) આવા દરેક વાહનનાં પ્રકાર અને બેઠક સંખ્યાં

(સી) જોગવાઇ કરવા ધારેલ રોજની ઓછામાં ઓછી એને વધુમાં વધુ ટ્રિપ અને નિયમિત ટ્રિપ સમયપત્રક

સ્પષ્ટીકરણઃ- આ કમલ કલમ ૭૨ કલમ ૮૦ અને કલમ ૧૦૨ના હેતુઓ માટે ટ્રિપ એટલે એક સ્થળેથી બીજા સ્થળ સુધીની એક જ મુસાફરી અને દરેક વળતી મુસાફરી અલગ ટ્રિપ ગણાશે.

(ડી) સર્વિસ ચાલુ રાખવા અને ખાસ પ્રસંગો માટે જોગવાઇ કરવા અનામત રાખવા ધારેલ વાહનોની સંખ્યા

(ઇ) વાહનો રાખવા માટે જાળવવા અને તેમની મરામત માટે ઉતારૂઓના આરામ અને સગવડ માટે તેમજ ઉતારૂઓના સામાન અને કસ્ટડી માટે કરવા ધારેલી ગોઠવણો અને

(એફ) ઠરાવવામાં આવે એવી બીજી બાબતો (૨) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલી અરજી સાથે ઠરાવવામાં આવે તેવા દસ્તાવેજો જોડવા જોઇએ.