કોન્ટ્રેકટ કેરેજ પરમિટો આપવા બાબત
(૧) કલમ ૭૩ હેઠળ પોતાને કરેલી અરજી ઉપરથી અરજી અનુસાર અથવા પોતાને યોગ્ય લાગે તેવા સુધારાવધારા સહિત પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ પેટા કલમ (૩)ની જોગવાઇઓને આધીન રહીને કોન્ટ્રેકટ કેરેજ પરમિટ આપી શકશે પરંતુ આ અરજીમાં નિર્દિષ્ટ ન હોય તેવા કોઇ વિસ્તાર સંબંધમાં એવી કોઇ પરમિટ આપી શકશે નહીં. (૨) પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળ કોન્ટ્રેકટ કેરેજ પરમિટ આપવાનુ નકકી કરે ત્યારે આ અધિનિયમ હેઠળ કરવામાં આવે તેવા કોઇ
નિયમોને આધીન રહીને નીચેની શરતો પૈકી કોઇ એક કે તેથી વધારે શરતો તે પરમિટને જોડી શકશે (૧) વાહનો નિર્દિષ્ટ વિસ્તારમાં જ અથવા નિર્દિષ્ટ રૂટ કે રૂટો ઉપર જ વાપરવા જોઇશે
(૨) નિર્દિષ્ટ શરતો અનુસસાર હોય તે સિવાય ભાડે આપવા માટેના ચાલુ કરારમાં વધારો કરવા અથવા તેના ફેરફાર કરવા માટેના હોયતે સિવાયનો કોઇ ભાડે આપવાનો કરાર નિર્દિષ્ટ વિસ્તારની બહાર કરી શકશે નહી.
(૩) તમામ કે નિર્દિષ્ટ પ્રસંગોએ અથવા નિર્દિષ્ટ સમયે અને મોસમમાં કોઇ નિર્દિષ્ટ કે નિર્દિષ્ટ પ્રકારના વાહનમાં લઇ જવાતા ઉતારૂઓની વધુમાં વધુ સંખ્યા અને સામાનનુ વધુમાં વધુ વજન
(૪) કોન્ટ્રેકટ કેરેજમાં ઉતારૂઓ ઉપરાંત કે વિના માલ લઇ જવાની શરતો (૫) મોટર ટેકસીઓની બાબતમાં નિર્દિષ્ટ ભાડા કે ભાડાના દર લેવા જોઇશે અને ભાડાપત્રકની નકલ વાહન ઉપર દર્શાવવી જોઇશે
(૬) મોટર ટેકસીઓ સિવાયના વાહનોની બાબતમાં વધુમાં વધુ નિદિષ્ટ દરથી વધારે ન હોય તેવા ભાડાંના નિર્દિષ્ટ દર લેવા જોઇશે (૭) મોટર ટેકીઓની બાબતમાં ઉતારૂ સામાનનુ નિર્દિષ્ટ વજન ફકત લઇ જવુ જોઇશે અને તેનાથી વધુ વજનગાળા કોઇ સામાન
માટેનો હોય તે ચાર્જ નિર્દિષ્ટ દર મુજબ હોવો જોઇશે
(૮) મોટર ટેકસીઓની બાબતમાં ઠરાવવામાં આવે તો ટેકસીમિટર લગાડવુ જોઇશે અને તેને સારી ચાલુ હાલતમાં રાખવુ (૯) ઓછામાં ઓછા એક મહિનાની નોટીસ આપ્યા પછી પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ
(એ) પરમિટની શરતોમાં ફેરફાર કરી શકાશે
(બી) પરમિટને વધુ શરતો જોડી શકશે
(૧૦) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળની અનુમતિ વિના પરમિટની શરતોથી જુદી રીતે વર્તી શકાશે નહીં.
(૧૧) વાહનમાં સગવડતા અને સ્વચ્છતાના નિદિષ્ટ ધોરણો જાળવવા જોઇશે
(૧૨) અસાધારણ પ્રકારના સંજોગો સિવાય વાહન ફેરવવા અથવા ઉતારૂઓ લઇ જવા લાવવાની ના પાડી શકાશે નહીં
(૧૩) ઠરાવવામાં આવે તેવી બીજા કોઇ શરતો
(( જોગવાઇ કરવામાં આવે છે કે પ્રાદેશિક પરિવહન સતામંડળ કેન્દ્ર સરકારે નિદિષ્ટ કર્યું । અનુસાર આવા કોઇ પ્રકારના વાહન માટેની એવી કોઇ શરતો છેલ્લા માઇલની સંપર્કતાના લાભમાં હળવી શરી શકશે. ))
(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાક ૩૨ મુજબ કલમ-૭૨ ની પેટા કલમ (૨) ના પેટા ખંડ (૧૩) પછી જોગવાઇ ઉમેરવામાં આવેલછે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૧૯ )) (૩) (એ) રાજય સરકાર કેન્દ્ર સરકાર વાહનોની સંખ્યા રસ્તાની રસ્તાની સ્થિતિ અને બીજી સબંધિત બાબતો ધ્યાનમાં લઇને ગેઝેટમ
પ્રસિધ્ધ કરીને રાજય વાહનવ્યવહાર સતાઅધિકારીને અને પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળને પાંચ લાખ કરતા ઓછી ન હોય તેવાનગરમાં સિટી રૂટ ઉપર ચલાવવા સામાન્ય રીતે સ્ટેજ કેરેજોની અથવા જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવે અથવા નકકી કરવામાં આવે તેવા કોઇ પણ પ્રકારની સંખ્યા ઉપર મર્યાદા મૂકવાનો આદેશ આપી શકશે
(બી) ખંડ (એ) હેઠળ કોન્ટ્રેકટ કેરેજની સંખ્યા નકકી કરવામાં આવે ત્યારે પ્રાદેશિક વાહનવ્યવહાર સતા મંડળ આવા કોઇ કોન્ટ્રેકટ કેરેજોના સંબંધમાં પરમિટ આપવા માટેની અજીની વિચારણા કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં લેવી જોઇશે
(૧) અરજદારની આર્થિક સ્થિતિ
(૨) અરજદાર કોન્ટ્રેકટ કેરેજ ચલાવવાનો હોય અથવા ચલાવ્યુ હોય તો વૈરાની ચૂકવણી સહિત કોન્ટ્રેકટ કેરેજ તરીકે સંતોષકારકકામગીરી
(૩) રાજય સરકાર ઠરાવવામાં આવે તેવી બીજી બાબતો
પરંતુ બીજી સમાન શરતોએ નીચેનામાંથી પરમિટ માટે અરજીને પ્રથમ પસંદગી આપવામાં આવશે (૧) ભારતીય પ્રવાસન વિકાસ કોર્પોરેશન
(૨) રાજય પ્રવાસન વિકાસ કોર્પોરેશન (૩) રાજય પ્રવાસન વિભાગો
(૪) રાજય પ્રવાસન અન્ડરટેકિંગ (૫) તે સમયે અમલમાં હોય તેવા કોઇ પણ અધિનિયમ હેઠળ નોંધાયેલા અથવા નોંધાયેલ હોવાનુ ગણાવી સહકારી મંડળીઓ
(૫) માજી સૈનિક
Copyright©2023 - HelpLaw