મોટર કેરજોના ભાડા નકકી કરવાની યોજના. - કલમ:૭૫

મોટર કેરજોના ભાડા નકકી કરવાની યોજના.

(૧) કેન્દ્ર સરકાર ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને (મોટર કેરેજોના અગર તો મોટર સાયકલો જે કોઇ વ્યક્તિઓ જાતે ચલાવવા અગર તો ડ્રાઇવર દ્રારા ચલાવવા ઇચ્છતો હોય તથા પોતાના અંગત ઉપયોગ માટે વાપરવા ઇચ્છતો હોય) તો તેના મોટર ટેકસીના ભાડા નકકી કરવાના કામકાજનુ નિયમન કરવાના હેતુ માટે અને તેની સાથે સંકળાયેલી બાબતો માટે યોજના કરી શકશે

(૨) પેટા કલમ (૧) હેઠળ કરેલી યોજના નીચેની તમામ અથવા કોઇ પણબાબત માટે જોગવાઇ કરી શકાશે

(એ) લાઇસન્સ આપવા તાજુ કરવા અને રદ કરવા સહિત યોજના હેઠળ

ચલાવનારને લાઇસન્સ આપવા બાબત (બી) અરજીનો નમૂનો અને લાઇસન્સનો નમૂન અને તેમા હોવી જોઇએ તેવિગતો

(સી) આવા લાઇસન્સ માટે અરજી સાથે ભરવાની ફી (ડી) જેને અરજી કરવી જોઇશે તે અધિકારી

(ઇ) જે શરતોને આધીન રહીને આવુ લાઇસન્સ આપી શકાય તાજુ કરી

શકાય અથવા રદ કરી શકાય તે શરતો (એફ) આવુ લાઇસન્સ આપવા અથવા તાજુ કરી આપવાની ના પાડતા

હુકમ સામે અપીલો અને આવા લાઇસન્સ રદ કરતા હુકમો સામે અપીલો (જી) જે શરતને આધીન રહીને મોટર કેબ ભાડે આપી શકાય તે શરતો (એચ) રેકોર્ડ રાખવા અને આવા રેકોર્ડની તપાસ બાબત (આઇ) આ કલમના હેતુઓ પાર પાડવ જરૂરી હોય તેવી બીજી બાબતો