ખાનગી વાહન સેવા પરમિટ માટેની અરજી. - કલમ:૭૬

ખાનગી વાહન સેવા પરમિટ માટેની અરજી.

(૧) પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તેને કરેલી અરજી ઉપરથી અરજી અનુસાર અથવા પોતાને યોગ્ય લાગે તેવા ફેરફારો સાથે ખાનગી સેવા વાહન પરમિટ આપી શકશે અથવા એવી પરમિટો આપવાની ના પાડી શકશે પરંતુ આવી કોઇ પણ પરમિટ અરજીમાં નિર્દિષ્ટ કરેલ ન હોય તેવા કોઇ પણ વિસ્તાર કેરૂટના સબંધમાં આપી શકાશે નહી.

(૨) ખાનગી સેવા વાહન તરીકે મોટર વાહન વાપરવાની પરમિટ માટેની અરજીમાં નીચેની વિગતો હોવી જોઇએ

(એ) વાહનનો પ્રકાર અને બેઠક સંખ્યા

(બી) જેને લગતી અરજી હોય જે વિસ્તાર અથવા રૂટ અથવા રૂટો (સી) ભાડા કે બદલા સિવાય વ્યકિતઓ જે લઇ જવા લાવવાની હેતુ અથવા

અરજદાર કરતો હોય તે વેપાર અથવા ધંધાના સબંધમાં વાહન વાપરવામાં આવશે તેવીમાંગણી કરી હોય તે રીત

(ડી) ઠરાવવામાં આવે તેવી બીજી કોઇ પણ વિગત

(૩) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ પરમિટ આપવાનુ નકકી કરે ત્યારે આ અધિનિયમ હેઠળ કરવામાં આવે તેવા કોઇ નિયમોને આધીન રહીને નીચેની શરતો પૈકી કોઇ પણ એક કે વધુ શરતો તે પરમિટ સાથે જોડી શકો

(૧) વાહન નિદિષ્ટ વિસ્તારમાં જ અથવા નિર્દિષ્ટ કરેલ રૂટ કે રૂટો ઉપર વાપરવા જોઇશે (૨) વાહનમાં લઇ જવાના ઉતારૂઓની વધુમાં વધુ સંખ્યા અને સામાનનુ વધુમાં વધુવજન

(૩) ઓછામાં ઓછી એક મહિનાની નોટિસ આપ્યા પછી પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ

(એ) પરમિટની શરતોમાં ફેરફાર કરી શકશે (બી) પરમિટને વધુ શરતો જોડી શકશે

(૪) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળની મંજુરી સિવાય પરમિટની શરતોથી જુદીરીતે વતી શકાશે નહી

(૫) વાહનમાં સગવડ અને સ્વચ્છતાના નિદિષ્ટ ધોરણો જાળવવા જોઇશે (૬) પરમિટ ધરાવનારે રાજય સરકાર વખતો વખત ઠરાવે તેવા મુદતી પત્રકો આંકડાઅને બીજી માહિતી પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળને પૂરા પાડવા જોઇશે

(ક) કરાવવામાં આવે તેવી બીજા કોઇ જાતો