માલ વાહન પરમિટ માટેની અરજી - કલમ:૭૭

માલ વાહન પરમિટ માટેની અરજી

ભાડુ કે બદલો લઇને માલ લઇ જવા સારૂ અથવા અરજદાર કરતો હોય તે વેપાર કે ધંધાના સબધમાં અથવા તે માટેના માલ લઇ જવા માટે મોટર વાહનો વાપરવા માટેની (આ પ્રકરણમાં જેનો માલ વાહન પરમિટ તરીકે ઉલ્લેખ કર્યું છે તે) પરમિટ માટેની અરજીમાં શકય હોય તેટલે અંશે નીચેની વિગતો હોવી જોઇશે

(એ) અરજી જેને લગતી હોય તે વિસ્તાર અથવા રૂટ કે રૂટો

(બી) એવા દરેક વાહનના પ્રકાર અને ક્ષમતા

(સી) તેમાં લઇ જવા ધારે માલનો પ્રકાર (ડી) તે વાહન રાખવા જાળવવા અને રીપેર કરવા માટે અને માલ સ્ટોરકરવા અને તેની સલામત કસ્ટડી માટે કરવા ધારેલ હોય તે વ્યવસ્થા

(ઇ) અરજી કરતા પહેલા કોઇ સમયે ભાડું કે બદલો લઇને માલ લઇ જનાર તરીકે અરજદારે કરેલ કોઇ ધંધા સબંધી અને તેણે જે દરે ભાડુ કે બદલો લીધેલ હોય તેને લગતી પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળ માગે તે વિગતો

(એફ) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળના પ્રદેશમાં ભાડુ કે બદલો લઇને માલ લઇ જવા લાવવા માટેની સગવડોની જોગવાઇને મહત્વની બાબતમાં અસર કરે એવી એ પ્રદેશની અંદર કે બહાર તેવી જ સગવડો પૂરી પાડનાર અન્ય કોઇ વ્યકિત સાથે અરજદારે કરેલી કોઇ કબૂલાત કે ગોઠવણની વિગતો

(જી) ઠરાવવામાં આવે તેવી બીજી વિગતો