પરમિટ માટે અરજી કરતી વખતે અને પરમિટ આપતી વખતે અનુસરવાની કાર્યરીતિ - કલમ:૮૦

પરમિટ માટે અરજી કરતી વખતે અને પરમિટ આપતી વખતે અનુસરવાની કાર્યરીતિ

(૧) કોઇપણ પ્રકારની પરમિટ માટેની અરજી કોઇપણ વખતે કરી શકાશે (૨) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે (રાજય પરિવહન સતામંડળ અગર તો કલમ-૬૬ની પેટાકલમ (૧)માં દર્શે ।વેલ નકકી થયેલ કોઇ સતામંડળ સામાન્ય) રીતે આ અધીનિયમ હેઠળ કોઇપણ સમયે કરેલી કોઇપણ પ્રકારની પરમિટ માટેની અરજી આપવની ના પાડી શકશે નહિ.

પરંતુ પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ (રાજય પરિવહન મંડળ અથવા કલમ-૬૬ની પેટાકલમ ૧માં દશૅ વેલ નકકી થયેલ કોઇ સતામંડળ) અરજી અનુસાર કોઇ પરમિટ આપે અને કલમ ૭૧ ની પેટા કલક (૩)ના ખંડ (એ) હેઠળ ગેઝેટમાં જાહેરનામામાં નકકી કર્યું પ્રમાણે અને નિદિષ્ટ કર્યું । પ્રમાણે સ્ટેજ કેરેજનીઅથવા કલમ ૭૪ ની પેટા કલમ (૩)ના ખંડ (એ) હેઠળ ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને નકકી કર્યું પ્રમાણે નિદિષ્ટ કર્યું પ્રમાણે કોન્ટ્રેકટ કેરેજોની સંખ્યામાં વધારામાં પરિણમે તો અરજી સંક્ષિપ્ત રીતે નામંજૂર કરી શકશે

વધુમાં પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ (રાજય પરિવહન સતામંડળ અગર તો કલમ-૬૬ની પેટા કલમ

૧માં દશાવેલ નકકી થયેલ કોઇ સત્તામંડળ) આ અધિનિયમ હેઠળ કોઇપણ પ્રકારની પરમિટ આપવા માટે

અરજી નામંજુર કરે તો તેણે અરજદારને તે ના પાડવાના કારણોની અને તે બાબત સુનાવણીની તક લેખિતમાં આપવી જોઇશે.

(૩) હંગામી પરમિટ સિવાયની કોઇ પરમિટની શરતોમાં નવો રૂટ કે રૂટો અથવા નવા વિસ્તારનો સમાવેશ કરીને અથવા તેમા સમાવિષ્ટ રૂટ અથવા રૂટોમાં ફેરફાર કરીને અથવા સ્ટેજ કેરેજની પરમિટની બાબતમાં નિર્દિષ્ટ કરેલ વધુમાં વધુ સંખ્યા ઉપરાંત ટ્રિપોની સંખ્યામાં વધારો કરીને આવી પરમિટ નિર્દિષ્ટ કરેલ રૂટ અથવા રૂટો અથવા વિસ્તારમાં ફેરફાર કરીને વિસ્તરણ કરીને અથવા ઘટાડો કરીને ફેરફાર કરવા માટેની અરજીને નવી પરમિટ આપવા માટેની અરજી તરીકે ગણવી જોઇશે

પરંતુ વાહનોની સંખ્યામાં વધારો કયૅ સિવાય એવી રીતે જોગવાઇ કરેલી સર્વિસની ફ્રીકવન્સીમાં વધારો કરવા માટે કોઇ રૂટ ઉપરની સર્વિસ જ આપી હોય તેવી સ્ટેજ કેરેજ પરમિટ ધરાવનારે કરેલી અરજી ગણાય તેવુ જરૂરી ગણાશે નહિ. વધુમાં (૧) ફેરફારની બાબતમાં ટમિનલમાં ફેરફાર કરી શકાશે નહિ અને ફેરફારથી આવરી લીધેલ અંતર ૨૪ કિલોમીટર કરતા વધુ હોવુ જોઇશે નહિ

(૨) વિસ્તરણની બાબતમાં વિતરણથી આવરી લીધેલ અંતર ટમિનલથી ચોવીસ કિલોમીટર કરતા વધુ હોવી જોઇએ નહિ અને એવી હદની અંદર એવા કોઇ ફેરફાર અથવા વિસ્તરણ એવા ફેરફારોથી લોકોને અનુકૂળતા રહેશે અને એવી રીતે ફેરફાર કર્યું। પ્રમાણે અથવા વિસ્તરણ કર્યું । પ્રમાણે મૂળ રૂટ અથવા તેના ભાગના સબંધમાં જુદી પરમિટ આપવાનુ ઇષ્ટ નથી તેવી વાહનવ્યવહાર સતામંડળને ખાતરી થયા પછી જ એવી હદોમાં એવા ફેરફાર અથવા વિસ્તરણ કરવી જોઇશે.

(૪) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ અગર તો (રાજય પરિવહન સતામંડળ અગર તો કલમ ૬૬ ની પેટાકલમ ૧માં દર્શે ।વેલ નકકી થયેલ કોઇ સતામંડળ) પોતે આ અથૅ નિદિષ્ટ કરે તે તારીખ પહેલા તે તારીખ અગાઉ પોતે આપેલી કોઇ પરમિટને બદલે યથાપ્રસંગ કલમ ૭૨ કે કલમ ૭૪ કે કલમ ૭૬ કે કલમ ૭૯ ની જોગવાઇઓ પ્રમાણે હોય તેવી નવી પરમિટ આપી શકશે અને નવી પરમિટ જેને માટે જૂની પરમિટ માન્ય હોય તે જ રૂટ કે રૂટો અથવા તે જ વિસ્તાર માટે માન્ય રહેશે જ

પરંતુ જુની પરમિટને જોડાઇ ચૂકેલ શરત અથવા તે પરમિટ આપતી વખતે અમલમાં હોય તે કાયદા હેઠળ તેને જોડી શકાત તે શરત સિવાયની કોઇ શરત પરમિટ ધરાવનારની લેખિત સંમતિ વિના નવી પરમિટને જોડી શકાશે નહિ

(૫) કલમ ૮૧માં ગમે તે મજકૂર હોય તે છતા પેટા કલમ (૪)ની જોગવાઇઓ હેઠળ અપાયેલ પરમિટ જૂની પરમિટ બાકીની જે મુદત દરમિયના અસરકતા । રહી હોય તે મુદત સુધી તાજી કરાયા સિવાય એ અસરકતા । રહેશે