પરમિટની મુદત અને તાજી કરાવવા બાબત
(૧) કલમ ૮૭ હેઠળ કાઢી આપેલી હંગામી પરમિટ અથવા કલમ ૮૮ ની પેટા કલમ (૮) હેઠળ કાઢી આપેલ ખાસ પરમિટ સિવાયની કોઇપણ પરમિટ (કાઢી આપ્યા વગર તો તાજી કરાવ્યા તારીખથી પાંચ વષૅની મુદત માટે તાજી કરાવ્યા સિવાય અસરકૉ । રહેશે.
પરતુ કલમ ૮૮ની પેટાકલમ (૧) હેઠળ પરમિટ ઉપર સામી સહી કરી હોય તો આવી સામી સહી એવી મુદત માટે તાજી કરાવ્યા સિવાય અસરકતા । રહેશે જેથી કરીને પ્રાથમિક પરમિટની કાયદેસરતા સાથે એકરૂપતા રહે.
(૨) પરમિટની મુદત પૂરી થયાની તારીખ પહેલા પંદર દિવસ કરતા ઓછી ન હોય તેવી કરેલી અરજી ઉપર
પરમિટ તાજી કરી શકાશે (૩) પેટાકલમ (૨)માં ગમે તે મજકૂર હોય તે છતા પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ અથવા પ્રસંગ પ્રમાણે રાજય વાહનવ્યવહાર સતામંડળ પોતાને ખાતરી થાય કે નિર્દિષ્ટ કરલ સમયની અંદર અરજી કરવામાં અરજદાર સબળ અને પૂરતા કારણોસર અટકયો હતો તો તે પેટાકલમ માં નિર્દિષ્ટ કરેલી છેલ્લી તારીખ પછી પરમિટ તાજી કરવા માટેની અરજી દાખલ કરી શકશે
(૪) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ અથવા પ્રસંગ પ્રમાણે રાજય વાહનવ્યવહાર સતામંડળ નીચેના
એક અથવા વધુ કારણોસર પરમિટ તાજી કરવાની અરજી નામંજુર કરી શકશે (એ) અરજીની વિચારણા કરવાની તારીખ પહેલા ત્રીસ દિવસની મુદત માટે નાદારીના પુરાવા તરીકે
અરજદારની આર્થિક સ્થિતિ અથવા વસૂલ થયા વિના બાકી રહે રહેલ દેવાની ચૂકવી માટે ઘટાડો થયો હોવાને (બી) અરજદ અરજીની વિચારણા કરવાની તારીખ પહેલાના પંદર દિવસથી ગણેલ બાર મહિનાની અંદર અરજદારે સ્ટેજ કેરેજની સેવા ચલાવવાના પરિણામે નીચેના ગુનાઓ પૈકી કોઇપણ ગુનો બીજી વખત અથવા વધુ કરવા માટે શિક્ષા થઇ હોવાના
(૧) (૧) આવા વાહન અંગે લેણા વેરાની ચૂકવણી સિવાય
(૨) એવા વેરાની ચૂકવણી માટે છૂટની કૃપા મુદત દરમિયાન અને એવુ વાહન ફેરવવાનુ બંધ કર્યું। પછી વેરાનુ ચૂકવણી કર્યું સિવાય
(૩) કોઇપણ અનધિકૃત રૂટો પર કોઇ વાહન ફેરવવુ (૨) અનધિકૃત ટ્રિપો કરવી
પરંતુ ખંડ (બી)ના હેતુ માટે શિક્ષાની સંખ્યાની ગણતરી કરતી વખતે એપેલેટ અધિકારીના હુકમ દ્રારા મોકૂફ રહેલ શિક્ષણ ગણતરીમાં લેવામાં આવશે નહિ. વધુમાં અરજદારને સુનાવણીની તક આપ્યા સિવાય આ પેટા કલમ હેઠળની કોઇપણ અરજી નામંજુર કરી શકાશે નહી.
(૫) પરમિટની મુદત પૂરી થયા પછી આ કલમ હેઠળ પરમિટ તાજી કરી હોય ત્યારે આવુ તાજુ કરવાનુ કલમ ૮૭ના ખંડ (ડી) હેઠળ હંગામી પરમિટ આપવામાં આવી હોય કે ન હોય તેને ધ્યાનમાં લીધા સિવાય એવી મુદત પૂરી થયાની તારીખથી અસરકતે । રહેશે અને હંગામી પરમિટ આપવામાં આવી હોય ત્યારે આવી હંગામી પરમિટના સબંધમાં આપેલી ફી રીફંડ કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw