પરમિટની તબદીલી - કલમ:૮૨

પરમિટની તબદીલી

(૧) પેટાકલમ (૨)માં ઠરાવ્યૂ હોય તે સિવાય પરમિટ આપનાર વાહનવ્યવહાર સતામંડળની પરવાનગી વિના તે પરમિટ એક વ્યકિતથી બીજી વ્યકિતને નામે કરી શકાશે નહિ અને એવા પરવાનગી વિના તે પરમિટના જણાવેલ વાહન જેને તબદીલ કરવામાં આવ્યુ હોય તે વ્યકિતને તે વ્યકિતને તે પરમિટથી અધિકૃત કરેલી રીતે તે વાહન વાપરવાનો કોઇ હક પ્રાપ્ત થશે નહિ.

(૨) પરમિટ ધરાવનાર મૃત્યુ પામે ત્યારે પરમિટમાં જણાવેલ વાહનના કબજાની અનુગામી વ્યકિત ત્રણ મહિનાની મુદત સુધી જાણે કે તેને ને આપવામાં આવી હોય તેમ તે પરમિટનો ઉપયોગ કરી શકશે

પરંતુ આવી વ્યકિત ધરાવનારના મૃત્યુની તારીખથી ત્રીસ દિવસની અંદર જેણે પરમિટ આપી હોય તેવા વાહનવ્યવહાર સતામંડળને ધરાવનાર મૃત્યુની અને પરમિટ ઉપયોગ કરવા માટેના પોતાના ઇરાદાની જાણ કરવી જોઇશે

(૩) વાહનવ્યવહાર અધિકારી પરમિટ ધરાવનારનુ મૃત્યુ થયાના ત્રણ મહિનાની અંદર અરજી કરવામાં આવે પરમિટમાં આવરી લીધેલ વાહનોના કબજાના અનુગામી વ્યકિતને પરમિટ તબદીલ કરી શકશે

પરંતુ વાહનવ્યવહાર અધિકારી જો તેને એવી ખાતરી થાય કે અરજદાર નિર્દિષ્ટ કરેલ સમયની અંદર અરજી ન કરવા માટે સબળ અને પૂરતા કારણો હતા તો ત્રણ મહિનાની સદરહુ મુદત પૂરી થયા પછી કરેલી અરજી દાખલ કરી શકશે.