
તમામ પરમિટો સાથે જોડવાની સામાન્ય શરતો
દરેક પરમિટ માટે નીચેની શરતો રહેશે (એ) પરમિટ જેને લગતી હોય તે વાહન સાથે કલમ ૫૬ હેઠળ અપાયેલ કાયદેસરના યોગ્યતાના પ્રમાણપત્ર રાખવા જોઇશે અને આ અધિનિયમ અને તે હેઠળ કરેલ નિયમો પળાય એ રીતે તેને હંમેશા નિભાવવા જોઇશે (બી) પરમિટ જેને લગતી હોય તે વાહન આ અધિનિયમ હેઠળની
કાયદેસર ઝડપ કરતા વધુ ઝડપે ચલાવી શકાશે નહી. (સી) પરમિટ જેને લગતી હોય તે વાહન સબંધમાં કલમ ૬૭ હેઠળ પ્રસિધ્ધ કરેલા જાહેરનામાથી મૂકવામાં આવેલ કોઇ પ્રતિબંધ કે નિયંત્રણ અને નકકી કરવામાં આવેલા ભાડા કે નૂરનુ પાલન કરવુ જોઇશે (ડી) પરમિટ જેને લગતી હોય તે વાહન કલમ ૫ કે કલમ ૧૧૩ની કે
જોગવાઇઓનુ ઉલ્લંઘન થાય તે રીતે ચલાવી શકશે નહિ. (ઇ) પરમિટ જેને લગતી હોય તે વાહન કે વાહનો સબંધમાં આ અધિનિયમની ડ્રાઇવરોના કામના કલાકો મયૅાદિત કરતી જોગવાઇઓ
પાળવી જોઇશે અને (એફ) પરમિટ ધરાવનારને લાગુ પડતી હોય તેટલે સુધી પ્રકરણ-૧૦ ૧૧ અને ૧૨ જોગવાઇઓ પાળવી જોઇશે.
(જી) પરમિટ જેને લગતી હોય તે દરેક વાહન ઉપર વ્યવહાર હોય તેટલે સુધી બારીની નીચેની લાઇનની ઊંચાઇએ વચ્ચોવચ્ચ મોટા અક્ષરોમાં વાહનના સૌથી વિરૂધ્ધના રંગ અથવા રંગોમાં વાહનની બન્ને બાજુએ તેની બોડીના ઉપર ચલાવનારના નામ અને સરનામા લખવા જોઇશે અથવા અન્યથા ચુસ્તપણે ચોંટાડવા જોઇશે.
Copyright©2023 - HelpLaw