પરમિટો રદ કરવા તથા મોકૂફ રાખવા બાબત. - કલમ:૮૬

પરમિટો રદ કરવા તથા મોકૂફ રાખવા બાબત.

(૧) પરમિટ આપનાર વાહનવ્યવહાર સતામંડળ નીચેના કારણસર પરમિટ રદ કરી શકશે અથવા પોતાને યોગ્યલાગે તેટલી મુદત સુધી તે મોકૂફ રાખી શકશે (એ) કલમ ૮૪માં નિર્દિષ્ટ કોઇ શરતનો અથવા પરમિટમાં જણાવેલી કોઇ શરતનો ભંગ થાય તો અથવા

(બી) પરમિટ ધરાવનાર પરમિટથી અધિકૃત ન હોય તે રીતે વાહન વાપરે અથવા વાપરવા દે તો અથવા (સી) પરમિટમાં જણાવેલ વાહન કે વાહનો પરમિટ ધરાવનારની માલિકીના ન રહે તો અથવા ન્

(ડી) પરમિટ ધરાવનારને કપટ કે ખોટી રજૂઆતથી પરમિટ મેળવી હોય તો અથવા

(ઇ) પ્રાઇવેટ કેરિયરની પરમિટ સિવાયની પરમિટ ધરાવનાર વાજબી કારણ સિવાય પરમિટ આપવામાં

આવી હોય તે હેતુ માટે વાહન ન વાપરે તો અથવા (એફ) પરમિટ ધરાવનાર કોઇ વિદેશી દેશનો નાગરિક બને તોપરંતુ પરમિટ ધરાવનારને પોતાનો ખુલાસો રજૂ કરવાની તક આપ્યા વિના કોઇ પરમિટ રદ કરી શકાશે નહિ

અથવા મોકૂફ રાખી શકાશે નહિ (૨) કલમ ૬૮ની પેટા કલમ (૫) હેઠળ જેને આ અથૅ સતા સોંપાયેલા હોય તે સતામંડળ કે વ્યકિએ આપેલ પરમિટ અંગે વાહનવ્યવહાર સતામંડળ પોતે જ એ પરમિટ આપી હોય તેમ પોતાને પેટાકલમ (૧) હેઠળ મળેલી સત્તાઓ વાપર શકશે

(૩) વાહનવ્યવહાર સતામંડળ પરમિટ રદ કરે અથવા મોકૂફ રાખી લિધેલા પલાના પોતાના કારણો તેણેપરમિટ ધરાવનારને લખીને આપવા જોઇએ

(૪) (પરમિટ રદ કરવા સિવાયની) પેટા કલમ (૧) હેઠળની પરમિટ આપનાર વાહનવ્યવહાર સતામંડળની સતા કલમ ૬૮ની પેટા કલમ (૫) હેઠળ જેને તે સતા સોપવામાં આવી હોય તે સતામંડળ કે વ્યકિત વાપરી શકાશે

(૫) પેટા કલમ (૧)ના ખંડ (એ) કે ખંડ (ઇ) હેઠળ પરમિટ રદ થવાને અથવા મોકૂફ રાખવાને પાત્ર હોય એને વાહનવ્યવહાર સતામંડળનો અભિપ્રાય એવો થાય કે તે કિસ્સાના સંજોગો ધ્યાનમાં લેતા પરમિટ ધરાવનાર નાણાની અમુક રકમ આપવાને કબૂલ થાય તો પરમિટ રદ કરવાનુ અથવા મોકૂફ રાખવાનું જરૂરી કે ઇષ્ટ નથી ત્યારે પેટાકલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા વાહનવ્યવહાર સતામંડળ યથાપ્રસંગ પરમિટ રદ કરવાને અથવા મોકૂફ રાખવાને બદલે કબૂલ કર્યું। પ્રમાણેની નાણાની રકમ પરમિટ ધરાવનાર પાસેથી વસૂલ કરી શકશે.

(૬) પેટાકલમ (૫) હેઠળની વાહનવ્યવહાર સતામંડળની સતા કલમ ૮૯ હેઠળ અપીલ દાખલ કરવામાં આવતી હોય ત્યારે અપીલ સતાધિકારી પણ વાપરી શકશે

(૭) કલમ ૮૮ની પેટાકલમ (૯)માં જણાવેલી પરમિટના સબંધમાં (પરમિટ રદ કરવાની સતા સિવાયની) પેટાકલમ (૧) હેઠળ વાપરી શકાય તેવી સતા પરમિટ આપનાર વાહનવ્યવહાર સતાધિકારી વાપરી શકશે અને કલમ ૬૮ની પેટાકલમ (૫) હેઠળ જેને આ અથૅ સતા સોંપાયેલ હોય તે સતામંડળ કે વ્યકિતએ આપેલ પરમિટ અંગે વાહનવ્યવહાર સતામંડળ પોતે જ એ પરમિટ આપી હોય તેમ કોઇપણ સતામંડળ કે વ્યકિત વાપરી જ શકશે