
હંગામી પરમિટ
(૧) પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ અને રાજય વાહનવ્યવહાર સતામંડળ કલમ ૮૦માં જણાવેલી કાયૅરીતિ અનુસવૅ વિના નીચેના હેતુઓ માટે ચાર મહિના કરતા વધુ ન હોય તેટલી મયૅાદિત મુદત સુધી ચાલે તેવી હેરફેરના વાહનો થોડો વખત ઉપયોગ કરવા માટેનો અધિકાર આપતી પરમિટ આપી શકશે અને પોતાને યોગ્ય લાગે તેવી કોઇ શરત તે સતામંડળ આવી પરમિટને જોડી શકશે (એ) મેળા અને ધામિક સંમેલનોમાં જવા આવવા જેવા ખાસ પ્રસંગોએ ઉતારૂઓ લઇ જવા માટે અથવા
(બી) મોસમી વેપારના હેતુઓ માટે અથવા (સી) કોઇ ચોકકસ હંગામી જરૂરિયાતને પહોચી વળવા માટે અથવા
(ડી) પરમિટ તાજી કરવા માટેની અરજી અંગેના નિર્ણયનો નિકાલ બાકી હોય ત્યારના સમય માટે
પરંતુ પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ અથવા પ્રસંગ પ્રમાણે રાજય વાહનવ્યવહાર સતામંડળ માલ વાહનની બાબતમાં અસાધારણ પ્રકારના સંજોગો હેઠળ અને લેખિતમાં કારણોની નોંધ કરીને ચાર મહિના કરતા વધુ પણ એક વષૅ કરતા વધુ ન હોય તેટલી મુદત માટે પરમિટ આપી શકશે
(૨) પેટાકલમ (૨)માં ગમે તે મજકૂર હોય તે છતા જે કોઇ રૂટ કે વિસ્તાર સબંધમાં નીચે પ્રમાણે હોય તો તેકોઇ રૂટ કે વિસ્તાર સંબંધમાં તે હેઠળ નીચે જણાવેલ મુદત માટે હંગામી પરમિટ આપી શકાશે (૧)પરમિટ કાઢી આપવાની મનાઇ ફરમાવતો કોર્ટ કે અન્ય સતા ધરાવતા સતામંડળનો કોઇ હુકમ થવાને કારણે કલમ ૭૨ કે કલમ ૭૪ કે કલમ ૭૬ અથવા કલમ ૭૯ પરમિટ કાઢી આપી શકાયેલ ન હોય તો જેટલી મુદત સુધી પરમીટ કાઢી આપવા માટે તે રીતે મનાઇ કરવામાં આવી હોય તે કરતા વધુ ન હોય તેટલી મુદત માટે અથવા
(૨) કોઇ વાહનની પરમિટ કોર્ટે કે અન્ય સતા ધરાવતા સતામંડળે તે રૂટ કે વિસ્તાર માટે મોકૂફ રાખવાને
પરિણામે તે રૂટ કે વિસ્તાર સબંધમાં કાયદેસરની પરમિટવાળું તે જ વગૅનુ હેરફેરનુ વાહન ન હોય અથવા તે રૂટ કે વિસ્તાર સંબંધમાં એવા વાહનોની પૂરતી સંખ્યા ન હોય ત્યારે આવી મોકૂફીની મુદત કરતા વધુ ન હોય તેટલી
મુદત માટે પરંતુ જેને સબંધમાં તે રીતે હંગામી પરમિટ આપવામાં આવે તે હેરફેરના વાહનોની સંખ્યા જે વાહનોના સબંધમાં યથાપ્રસંગ પરમિટ કાઢી આપવાની મનાઇ કરવામાં આવી હોય અથવા પરમિટ મોકૂફ રાખવામાં આવી હોય તે વાહનોની સંખ્યા કરતા વધુ હોવી જોઇશે નહિ.
Copyright©2023 - HelpLaw