અપીલ - કલમ:૮૯

અપીલ

(૧) નીચે પ્રમાણે નારાજ થયેલ કોઇ વ્યકિત ઠરાવેલા સમયની અંદર અને ઠરાવેલી રીતે પેટા કલમ (૨) હેઠળ રચાયેલી રાજય વાહનવ્યવહાર અપીલ ટ્રિબ્યુનલને અપીલ કરી શકશે જે એ વ્યકિતને અને અસલ સતાધિકારીને સુનાવણીની તક આપ્યા પછી તે અંગે નિણૅય આપશે અને તે નિણૅય આખરી રહેશે (એ) રાજય કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે તેને પરમિટ આપવની ના પાડવાથી અથવા તેને અપાયેલપરમિટને જોડેલ કોઇ શરતથી નારાજ થયેલ વ્યકિત અથવા

(બી) પરમિટ રદ કરાયાથી અથવા મોકૂફ રખાયાથી અથવા તેની શરતોમાં કોઇ ફેરફાર કરાયાથી નારાજથયેલ વ્યકિત અથવા (સી) કલમ ૮૨ હેઠળ પરમિટ નામફેર કરી આપવાની ના પડાવાથી નારાજ થયેલ વ્યકિત અથવા

(ડી) રાજય કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે પરમિટ ઉપર સામી સહી કરવાની ના પાડવાથી અથવા તેવી સામી સહી કરી આપતી વખતે જોડેલી કોઇ શરતથી નારાજ થયેલ વ્યકિત અથવા (ઇ) પરમિટ તાજી કરી આપવાની ના પડાયાથી નારાજ થયેલ વ્યકિત અથવા (એફ) ઠરાવવામાં આવે તેવા બીજા કોઇ હુકમથી નારાજ થયેલ વ્યકિત

(૨) રાજય સરકાર પોતાને યોગ્ય જણાય તેટલી સંખ્યામાં વાહનવ્યવહાર અપીલ ટ્રીબ્યુનલની રચના કરી શકશે આ દરેક ટ્રીબ્યુનલ જિલ્લા ન્યાયાધીશના દરજજા કરતા ઉતરતા દરજજા ના ન હોય તેવા અથવા હાઇકોર્ટ જજ હોવાની લાયકાત ધરાવતા હોય તેને ટ્રીબ્યુનલના ન્યાયિક અધિકારી તરીકે નીમશે અને તેમની હકૂમત સરકારે ગેઝેટમાં પ્રસિધ્ધ કરેલ હોય તેટલા વિસ્તારમાં રહેશે)

(૩) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨)માં ગમે તે મજકૂર હોય તે છતા આ અધિનિયમ આરંભ વખતે નિકાલ બાકી હોય તે દરેક અપીલને તે અધિનિયમ પસાર કરવામાં આવ્યો ન હોય તેમ ચલાવવી જોઇએ અને તેમતેનો નિકાલ કરવો જોઇશે,

સ્પષ્ટીકરણ – શંકાના નિવારણ માટે આથી જાહેર કરવામાં આવે છે કે આ અધીનિયમના આરંભથી તરત પહેલા હોય તેવા મોટર વાહન અધિનિયમ ૧૯૩૯ ની કલમ ૬૩-કની પેટા કલમ (૨)ના ખંડ (સી) હેઠળ આંતર રાજય વાહનવ્યવહાર કમિશને આપેલ આદેશ અનુસાર રાજય વાહનવ્યવહાર સતામંડળે કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે કોઇ હુકમ કર્યું હોય અને કોઇ વ્યકિત તે હુકમ તે આદેશ અનુસાર ન હોવાને કારણે નારાજ થાય ત્યારે તે રીતે અપાયેલ આદેશ ઉપર નહિ પરંતુ તે હુકમ સામે રાજય વાહનવ્યવહાર અપીલ ટ્રીબ્યુનલને પેટા કલમ (૧) હેઠળ અપીલ કરી શકશે.