ફેરતપાસ. - કલમ:૯૦

ફેરતપાસ.

રાજય વાહનવ્યવહાર અપીલ ટ્રીબ્યુનલ પોતાની મેળે અથવા તેને અરજી કરવામાં આવે ત્યારે જે કોઇ કેસમાં રાજય વાહનવ્યવહાર સતામંડળે કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે હુકમ કર્યો। હોય અને જેમાં અપીલ થઇ શકતી ન હોય તે કોઇ કેસનું રેકર્ડ મંગાવી શકશે અને રાજય વાહનવ્યવહાર અપીલ ટ્રીબ્યુલનલને એમ જણાય કે રાજય વાહનવ્યવહાર સતામંડળે અથવા પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળે કરેલો હુકમ અયોગ્ય કે ગેરકાયદેસર છે તો રાજય વાહનવ્યવહાર અપલ ટ્રીબ્યુનલ તે કેસ સંબંધમાં પોતાને યોગ્ય જણાય તેવો હુકમ કરી શકશે અને આવો દરેક હુકમ આખરી રહેશે

પરંતુ રાજય વાહનવ્યવહાર સતામંડળ કે પ્રાદેશિક વાહનવ્યવહાર સત્તામંડળના હુકમથી નારાજ થયેલ વ્યક્તિ તે હુકમની તારીખથી ત્રીસ દિવસની અંદર અરજી કરે તે સિવાય તે અરજી રાજય વાહનવ્યવહાર ટ્રિબ્યુનલ સ્વીકારી શકશે નહિ.

વધુમાં રાજય વાહનવ્યવહાર અપીલ ટ્રિબ્યુનલ પોતાને ખાતરી થાય કે

અરજીદાર સમયસર અરજી ન કરવા માટે સબળઅને પૂરતુ કારણ હતુ તો ત્રીસ દિવસની સદરહુ મુદત પૂરી થયા પછી અરજી દાખલ કરી શકશે વળી રાજય વાહનવ્યવહાર અપીલ ટ્રિબ્યુનલ વ્યકિતને સુનાવણીની વાજબી તક આપ્યા વિના તે વ્યકિતને પ્રતિકૂળ હોય તેવો હુકમ આ કલમ હેઠળ કરી શકશે નહિ.