
પરમિટ જેને માટે અપાયેલ હોય તે પ્રદેશની બહારના તેના ઉપયોગ માટે તેને કાયદેસર બનાવવા બાબત
(૧) અન્યથા ઠરાવવામાં આવે તે સિવાય કોઇ એક પ્રદેશના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે આપેલ પરમિટ બીજા કોઇ પ્રદેશના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે તેની ઉપર સામી સહી કરી હોય તે સિવાય તે બીજા પ્રદેશમાં કાયદેસર રહેશે નહિ અને કોઇ એક રાજયમાં અપાયેલ પરમિટ તે બીજા રાજયના રાજય વાહનવ્યવહાર સતામંડળે કે સબંધ ધરાવતા પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે તેની ઉપર સામી સહી કરી હોય તે સિવાય તે બીજા રાજયમાં કાયદેસર થશે નહી.
પરંતુ એક જ રાજયની અંદરના કોઇ બીજા પ્રદેશ કે પ્રદેશમાંના કોઇ વિસ્તાર માટે રાજય વાહનવ્યવહાર સતામંડળ આપેલી માલ વાહનની પરમિટ બીજા પ્રેશના અથવા સબંધ ધરાવતા બીજા દરેક પ્રદેશના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળની સામી સહી સિવાય તે વિસ્તારમાં કાયદેસર રહેશે.
વધુમાં કોઇ રૂટનુ શરૂઆતનુ સ્થળ અને અંતિમ સ્થળ એક જ રાજયમાં આવેલા હોય પણ તે રૂટનો કોઇ ભાગ બીજા કોઇ રાજયમાં આવેલો હોય અને તે ભાગની લંબાઇ સોળ કિલોમીટરથી વધુ ન હોય ત્યારે તે રાજયના રાજય વાહનવ્યવહાર સતામંડળે કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે પરમિટ ઉપર સામી સહી કરી ન હોય તે છતા તે બીજા રાજયમાં હોય તેવા રૂટના તે ભાગ સબંધમાં તે પરમિટ બીજા રાજયમાં કાયદેસર રહેશે
(એ) એક રાજયમાં આપેલ પરમિટમાં સમાવિષ્ટ કરેલ મોટર વાહન બીજા કોઇ રાજયમાં સંરક્ષણના હેતુ માટે વાપરવાના હોય ત્યારે આવુ વાહન કેન્દ્ર સરકાર ગેઝેટમાં જાહેરનામા દ્વારા નિર્દિષ્ટ કરે તેવા નમૂનામાં અને તેવા અધિકારીએ કાઢેલ એવી મતલબનુ પ્રમાણપત્ર દશૅ વિવુ જોઇશે કે વાહન સંરક્ષણના હેતુઓ માટે જ તેના નિર્દિષ્ટ કરેલ મુદત માટે વાપરવામાં આવશે અને (બી) રાજય વાહનવ્યવહાર સતામંડળ અથવા તે બીજા રાજયના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ એવી પરમિટ ઉપર સામી સહી કરી ન હોય તે છતા તે બીજા રાજયમાં તેવી કોઇપણ પરમિટ કાયદેસર ગણાશેવળી,
(૨) પેટકલમ(૧)માં ગમે તે મજકૂર હોય તે છતા રાજય વાહનવ્યવહાર સતામંડળે આપેલી અથવા સામી સહી કરેલી પરમિટ સમગ્ર રાજયમાં અથવા પરમિટમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા પ્રદેશોમાં કાયદેસર રહેશે
(૩) પરમિટ ઉપર સામી સહી કરતી વખતે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે તે પરમિટ પોતે આપી હોય તો જે શરતો મૂકી શકત તે શરતો તે પરમિટને જોડી શકશે અને તેવી જ રીતે પરમિટ આપનાર સતામંડળે પરમિટને જોડેલી કોઇ શરતમાં તે ફેરફાર કરી શકશે
(૪) પરમિટ આપવા રદ કરવા તથા મોકૂફ રાખવાને લગતી આ પ્રકરણની જોવાઇઓ પરમિટ ઉપર સામી સહી કરી આપવા ત રદ કરવા તથા મોકૂફ રાખવાની તમાં લાગુ પડશે. પરંતુ પેટાકલમ (૫)ની જરૂરિયાતોનુ પાલન કૉ। પછી કોઇ રાજયમાં આપેલી પરમિટો ઉપર કોઇ રાજયો વચ્ચે થયેલી સમજૂતીને કારણે બીજા રાજયના રાજય વાહનવ્યવહાર સતામંડળ કે સબંધિત પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ સામી સહી કરવાનુ જરૂરી હોય ત્યારે પરમિટ ઉપર સામી સહી કરવા માટે કલમ ૮૦માં જણાવેલી કાયૅરીતિ અનુસરવાનુ જરૂરી રહેશે નહિ. (૫) રાજયો વચ્ચેના કરાર કરવા માટેની દરેક દરખાસ્ત અને દરેક રૂટ કે વિસ્તાર માટે આપવા ધારેલી કે સામી સહી કરવા ધારેલી પરમિટોની સંખ્યા ઠરાવવાની કે કરારમાં દરેક દરખાસ્ત તેમજ તે તારીખ પહેલા તેના સબંધમાં રજૂઆત કરી શકાય તે તારીખ બાબતની નોટિશ સબંધિત રાજય સરકારોમાંની દરેક રાજય સરકારે રાજપત્રમાં અથવા કબૂલાતથી આવરી લેવા ધારેલ વિસ્તાર કે રૂટમાં પ્રાદેશિક ભાષામાં ફેલાવો ધરાવતા એક કે વધુ વતૅમાનપત્રોમાં પ્રસિધ્ધ કરવી જોઇશે અને રાજપત્રમાં પ્રસિધ્ધિથી ઓછમાં ઓછા ત્રીસ દિવસ પછીની હોય તેવી તે દરખાસ્ત તથા તેના સબંધમાં મળેલી
રજૂઆતો ઉપરની વિચારણા માટેની તારીખ અને વિચારણા કરનાર સતાધિકારી અને વિચારણા માટેનો સમય અને સ્થળ સાથોસાથ પ્રસિધ્ધ કરવા જોઇશે
(૬) પરમિટો ઉપર સામી સહી આપવા સબંધમાં હોય તેટલે સુધી સુધી રાજયો વચ્ચે થયેલી દરેક સમજૂતી દરેક સબંધિત રાજય સરકારે રાજપત્રમાં અને કબૂલાતથી આવરી લેવા ધારેલ વિસ્તાર કે રૂટમાં પ્રાદેશિક ભાષામાં ફેલાવો ધરાવતા એક કે વધુ વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરવી જોઇશે અને રાજયના રાજય વાહનવ્યવહાર સતામંડળે અને સબંધિત પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે તેનો અમલ કરવો જોઇશે.
(૭) પેટા કલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા યથાપ્રસંગ બીજા પ્રદેશના પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળની અથવા બીજા રાજયના રાજય વાહનવ્યવહાર સતામંડળની સામાન્ય રીતે કે
કોઇ ખાસ પ્રસંગ માટે આપેલી સહમતીથી એક પ્રદેશનુ પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ કલમ (૮) હેઠળ તે બીજા પ્રદેશમાં કે રાજયમાં માન્ય થાય તેવી હંગામી પરમિટ આપી શકશે. (૮) પેટાકલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા પરંતુ આ અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકાર કરે તેવા કોઇ નિયમોને આધીન રહીને કોઇ એક પ્રદેશનુ પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ અથવા પ્રમાણે રાજય વાહનવ્યવહાર સતામંડળ કોઇ સ્પષ્ટ કે ગભિત કરાર મુજબ ભાડુ કે બદલો લઇને ઉતારૂ કે ઉતારૂઓને લઇ જવા માટે કરારમાં સામેલ ન હોય તેવા ઉતારૂઓને લેવા કે ઉતારવા માટે રૂટ ઉપર થોભ્યા વિના કોઇ સમગ્ર જાહેર સર્વિસ વાહનનો ઉપયોગ કરવા માટે જનતાની સગવડ સારૂ (કોઇ જાહેર સેવા વાહન અને તેમાં કોઇપણ વાહનનો સમાવેશ થાય તે) સબંધમાં એક ખાસ પરમિટ આપી શકશે અને કલમ ૭૨ હેઠળ અથવા કલમ ૭૪ હેઠળ આ કલમની પેટા કલમ (૯) હેઠળ કાઢી આપેલ પરમિટમાં આવરી લીધેલ (અનામત સ્ટેજ કેરેજ સહિત) વાહનના સબંધમાં એક ખાસ પરમિટ આપી શકશે અને આવી ખાસ પરમિટ આપવામાં આવે તે દરેક કિસ્સામાં કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલા નમૂનામાં અને તે રીતે તે વાહન ઉપર દશૅાવવા માટે એક ખાસ ઓળખ ચિન્હ પ્રાદેશિક
વાહનવ્યવહાર સતામંડળ અથવા બીજા રાજયના રાજય વાહનવ્યવહાર સતામંડળ સામી સહી વિના બીજા કોઇ પ્રદેશમાં કે રાજયમાં આવી ખાસ પરમિટ માન્ય રહેશે.
(૯) પેટા-કલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતા પરંતુ પેટા કલમ (૧૪) હેઠળ કેન્દ્ર સરકાર કરે તેવા કોઇ નિયમોને આધીન રહીને કોઇ રાજય વાહનવ્યવહાર સતામંડળ સમૂહ પ્રવાસને ઉતર આપવા માટે પ્રવાસી વાહનોના સબંધમાં કેન્દ્ર સરકાર તે રાજયના સંબંધમાં આ અથૅ નિર્દિષ્ટ કરે તેટલી સંખ્યામાં સમગ્ર ભારત કે તેના કોઇ ભાગમાં માન્ય હોય તેવી પરમિટો આપી શકશે અને કલમો ૭૩ ૭૪ ૮૦ ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ક(લમ-૮૭ ના પેટા ખંડ (૧) ના પેટાખંડ (ડી) અને ૮૯ ની જોગવાઇઓ) શકય હોય તેટલે સુધી આવી પરમિટો સંબંધમાં લાગુ પડશે. (૧૦) સન ૧૯૯૪ના સુધારા અધિનિયમ-૫૪ થી રદ કરેલ છે તા-૧૪/૧૧/૯૪
(૧૧) પેટા કલમ (૯) હેઠળ અપાયેલ દરેક પરમિટની શરતો નીચે પ્રમાણે રહેશે
(૧) આવી પરમિટવાળુ દરેક મોટર વાહન કેન્દ્ર સરકાર આ અથૅ નિર્દિષ્ટ કરે તે વિગત બેઠક સંખ્યા સબંધી આવશ્યકતા સુવિધા સુખ સગવડો અને બીજી બાબતોના ધોરણો અનુસારનુ હોવુ જોઇશે
(૨) આવુ દરેક મોટર વાહન કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરે તે લાયકાત ધરાવનાર અને તે શરતો પરિપૂર્ણ કરનાર વ્યકિતએ ચલાવવુ જોઇશે અને
(૩) કેન્દ્ર સરકાર ઠરાવે તેવી બીજી શરતો
(૧૨) પેટા કલમ (૧)માં મજકૂર હોય તે છતા પરંતુ પેટા કલમ (૧૪) હેઠળ કેન્દ્ર સરકાર કરે તેવા નિયમોને આધીન રહીને સમુચિત સતાધિકારી લાંબા અંતરના આંતર રાજય માર્ગે વાહનવ્યવહારને ઉતેજન આપવાના હેતુ માટે માલ વાહનના સબંધમાં તે રાજયના સબંધમાં કેન્દ્ર સરકારના અથૅ નિર્દિષ્ટ કરે તેટલી સંખ્યા માં રાષ્ટ્રીય પરમિટો આપી શકશે અને કલમો ૬૯ ૭૭ ૭૯ ૮૦ ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ અને (કલમ ૮૭ના પેટા કલમ (૧)ના પેટાખંડ-(ડી) અને ૮૯ની જોગવાઇઓ) શકય હોય તેટલે સુધી રાષ્ટ્રીય પરમિટો આપવાને અથવા તેના સબંધમાં લાગુ પડશે
(૧૩) રદ કરેલ છે
(૧૪) (એ) કેન્દ્ર સરકાર આ કલમની જોગવાઇઓ પાર પાડવા માટે નિયમો કરી શકશે
(બી) ખાસ કરીને પૂવૅવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા વિના એવા નિયમોથી નીચેની તમામ અથવા કોઇ બાબત માટે જોગવાઇ કરી શકશે
(૧) પેટા કલમ (૯) અને (૧૨)માં ઉલ્લેખેલી પરમિટ કાઢી આપવા માટે આપવાની અધિકારપત્ર ફી
(૨) મોટર વાહનનુ ભાર સાથેનુ વજન ઠરાવવા બાબત
(૩) મોટર વાહન ઉપર પ્રદર્શિત કરવાની વિશિષ્ટ વિગતો અથવા કરવાની નિશાનીઓ
(૪) જે રંગ અથવા રંગોમાં મોટર વાહન રંગવાનુ હોય તે રંગ બાબત
(૫) રાષ્ટ્રીય પરમિટ આપતી વખતે સમૂચિત સતાધિકારીઓએ ખ્યાલમાં રાખવાની બીજી બાબત
સ્પષ્ટીકરણ – આ પેટા કલમમાં (એ) રાષ્ટ્રીય પરમિટના સબંધમાં સમુચિત સતાધિકારી એટલે માલ વાહનની પરમિટ આપવા આ અધિનિયમથી અધિકૃત કરેલ સતાધિકારી
(બી) અધિકારપત્ર-ફી એટલે સબંધિત રાજયોએ વસૂલ કરેલ વેરો અથવા ફીની ચૂકવણીને આધીન રહીને પેટા કલમ (૯) અને (૧૨)માં ઉલ્લેખેલ પરમિટમાં આવરી લીધેલ મોટર વાહન બીજા રાજયોમાં વાપરી શકાય તે માટે રાજયના સમુચિત સતાધિકારીએ લેવાની એક હજાર રૂપિયા કરતા વધુ ન હોય તેટલી વાર્ષિક ફી
(સી) રાષ્ટ્રીય પરમિટ એટલે ભારતના સમગ્ર પ્રદેશમાં અથવા અરજીમાં સૂચવેલી પસંદગી અનુસાર તે પરમિટમાં નિદિષ્ટ કરવામાં આવે તેટલી સંખ્યામાં ચાર કરતા ઓછા ન હોય તેવા પડોશના રાજયોમાં જયાં પરમિટ કાઢી આપી હોય તે રાજય સહિત માલ વાહનને ચલાવવાનો તેને અધિકાર આપતી સમુચિત સતાધિકારીએ આપેલી પરમિટ.
Copyright©2023 - HelpLaw