
ડ્રાઇવરોના કામના કલાક ઉપર નિયંત્રણ
(૧) મોટર ટ્રાન્સપોટૅ વકૉ એકટ ૧૯૬૧માં દશૅ ાવ્યા મુજબ કોઇ પણ વ્યકિત કે જે વાહન વ્યવહાર ચલાવવા માટે રોકયો હોય તેના કામના કલાકો તે જોગવાઇ અનુસાર રહેશે
(૨) કટોકટીના કિસ્સાઓને અથવા અગાઉથી ન ધારી શકાય તેવા સંજોગોમાં થનાર ઢીલને પહોંચી વળવા રાજય સરકાર ગેઝેટમાં જાહેરનામાંથી પેટા કલમ (૧)ની જોગવાઇઓમાંથી પોતાને યોગ્ય લાગે તેવીમાફી આપી શકશે
(૩) પેટા કલમ (૧)ની જોગવાઇઓ પૈકી કોઇપણ જોગવાઇને આધીન રહીને તેમના કામના કલાકો તે જોગવાઇઓને અનુરૂપ રહે તે રીતે અગાઉથી નકકી કરવા રાજય સરકાર અથવા કલમ ૯૬ હેઠળ કરેલા નિયમોથી રાજય સરકારે આ અથૅ અધિકાર આપ્યો હોય તો રાજય કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ તેમને નોકરીએ રાખનાર મલિકોને ફરમાવી શકશે અને એ રીતે નકકી કરેલા કલાકોની નોંધ રાખવા માટે જોગવાઇ કરી શકશે (૪) પેટા કલમ (૩) મુજબ કરેલા નિયમ અનુસાર નકકી કરેલા અથવા નોંધવામાં આવેલા તે વ્યકિત માટેના કામના કલાકો સિવાયના કલાકો દરમ્યાન કોઇ વ્યકિત કામ કરી શકશે નહિ અથવા અન્ય કોઇ વ્યકિત પાસે કરાવી કે તેને કરવા કે તેને કરવા દઇ શકશે નહિ.
(૫) વાહનો ડ્રાઇવર વાહન ચલાવતો ન હોય તે છતા તે વાહનમાં કે તેની નજીક રહેવાનુ તેને માટે જરૂરી હોય તે સમય જે સંજોગોમાં પેટા કલમ (૧)ના અથૅ પ્રમાણે આરામનો ગાળી ગણાય તે સંજોગો રાજય સરકાર ઠરાવી શકશે.
Copyright©2023 - HelpLaw