
એજન્ટ કે કેન્વાસરે લાઇસન્સ મેળવવા બાબત
(૧) રાજય સરકાર ઠરાવે તે સતાધિકારી પાસેથી અને ઠરાવવામાં આવે તે શરતોને આધીન રહીને લાઇસન્સ મેળવ્યાવિના કોઇ વ્યકિત નીચેના તરીકે કામ કરી શકશે નહિ (૧) જાહેર સર્વિસ વાહનો દ્રારા મુસાફરી કરવા માટેની ટિકિટોના વેચાણમાં અથવા એવાં વાહનો માટે અન્યથા ગ્રાહકો મેળવવામાં એજન્ટ કે કેન્વાસર તરીકે અથવા
(૨) માલ વાહન મારફત લઇ જવાનો માલ એકઠો કરવામાં રવાના કરવામાં કે તેના વિતરણના ધંધામાં એજન્ટ તરીકે
(( (૩) કે ઇન્ટનેટ સેવા આપનાર જોગવાઇ કરવામાં આવે છે કે ઇન્ટરનેટ સુવિધા માટેનુ લાયસન્સ આપતી વખતે રાજય સરકાર કેન્દ્ર
સરકારે આપેલી હોય તેવી માગૅદશૅક સૂચનાઓનું પાલન કરશે. વધુ જોગવાઇ કરવામાં આવે છે કે ઇન્ટરનેટ સુવિધા આપનાર માહિતી ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦ (૨૧ ઓફ ૨૦૦૦) અને તે હેઠળ બનાવેલા નિયમો અને નિયમોની જોગવાઇઓનું પાલન કરશે. )) (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૯૩ની પેટા કલમ (૨) પછી (૩) અને જોગવાઇ ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલી શરતોનમાં નીચેની તમામ કે કોઇ બાબતોનો સમાવેશ કરી શકશે (એ) લાઇસન્સની અથવા તે તાજુ કરી આપવાની મુદત
(બી) લાઇસન્સ કાઢી આપવા અથવા તાજુ કરી આપવા માટેની ફી
(સી) નીચેની રકમોની જામીનગીરી તરીકે અનામત અને તે જપ્ત કરવા માટેના સંજોગો
(૧) માલ વાહન દ્રારા લઇ જવાતો માલ એકઠો કરવાના પાંચ હજાર રૂપિયા કરતા વધુ ન હોય તેટલી રકમ (૨) બીજા કોઇ એજન્ટ કે કેન્વાસરની બાબતમાં પાંચસો રૂપિયા કરતા વધુ ન હોય તેટલી રકમ
(ડી) માગૅસ્થ માલનો વીમ ઉતરાવવાની એજન્ટે કરવાની જોગવાઇ (ઇ) લાઇસન્સ મોકૂફ કે રદ કરી શકનાર સતાધિકારીઓ અને તે માટેના સંજોગો
(એફ) રાજય સરકાર ઠરાવે તેવી બીજી શરતો
(૩) જેને લાઇસન્સ આપવમાં આવ્યુ હોય તેવા કોઇપણ એજન્ટ અથવા કેન્વાસરે કોઇ વર્તમાનપત્ર પુસ્તક યાદી વર્ગીકૃત ડિરેકટરી અથવા બીજા પ્રકાશનમાં લાઇસન્સનો નંબર લાઇસન્સ પૂરૂ થયાની તારીખ અને જેણે લાઇસન્સ આપેલ હોય તે અધિકારીની વિગતો હોય તે સીવાય તેવા કોઇ વર્તમાનપત્ર પુસ્તક યાદી વર્ગીકૃત ડિરેકટરી અથવા બીજા પ્રકાશનમાં જાહેરાત કરવી જોઇશે તેવી દરેક લાઇસન્સની શરત રહેશે
Copyright©2023 - HelpLaw