
સ્ટેજ કેરેજ અને કોન્ટ્રેકટ કેરેજને લગતા નિયમો કરવાની રાજય સરકારની સતા.
(૧) સ્ટેજ કેરેજ અને કોન્ટ્રેકટ કેરેજની અને એ વાહનોમાંના ઉતારૂઓની વર્તણૂક બાબતમાં નીચેનાનુ નિયમન કરવા રાજય સરકાર નિયમો કરી શકશે. (૨) પૂવૅવી જોગવાઇની વ્યાપકતાને બાધ આપ્યા વિના આવા નિયમોથી નીચેનીજોગવાઇ કરી શકાશે
(એ) નિયમોનો ભંગ કરનાર કોાં વ્યકિતને તેવા વાહનમાંથી ઉતારી મૂકવાનો અધિકારતે વાહનના ડ્રાઇવર કે કંડકટરની અથવા કોઇ ઉતારૂની વિનંતીથી કોઇ પોલીસ અધિકારીને આપી શકાશે
(બી) કોઇ ઉતારૂએ નિયમોનો ભંગ કર્યો છે એવી ડ્રાઇવર કે કંડકટરને વાજબી શંકા જાય તો તે ઉતારૂના નામ તથા સરનામું પોલીસ અધિકારી અથવા ડ્રાઇવર કે કંડકટર માગે ત્યારે આપવાની તે ઉતાયને કરજ પાડી શકશે
(સી) ડ્રાઇવર કે કંડકટર વિનંતી કરે ત્યારે ઉતારૂએ પોતે વાહનમાં કેટલે દૂર જવાનો છે. અથવા કેટલે દૂરથી આવ્યો છે તે જણાવવા તથા તેવી આખી મુસાફરી માટે ભાડુ આપીને તે માટે આપવામાં આવે તે ટિકિટ લેવાની તે ઉતારૂને ફરજ પાડી શકાશે
(ડી) ડ્રાઇવર કે કંડકટર વિનંતી કરે ત્યારે ઉતારૂએ પોતે વાહનમાં કેટલે દૂર જવાનો છે અથવા કેટલે દૂરથી આવ્યો છે તે જણાવવા તથા તેવી આખી મુસાફરી માટે ભાડું આપીને તે માટે આપવામાં આવે તે ટિકિટ લેવાની તે ઉતારૂને ફરજ પાડી શકાશે
(ઇ) જેટલી મુસાફરી માટે ઉતારૂએ ભાડું આપ્યું હોય તે મુસાફરી પૂરી થયે ડ્રાઇવર કે કંડક્ટર કહે એટલે તે ઉતારૂને વાહનમાંી ઉતરી જવાની ફરજ પાડી શકાશે
(એફ) ટિકિટ ધરાવનારને આપેલી ટિકિટની મુદત પૂરી થયે તેણે તે પાછી સોંપી દેવીએવી તેને ફરજ પાડી શકાશે. (જી) વાહનના કામમાં અડચણ કે દખલ થવાનો અથવા વાહનના કોઇ ભાગને કે તેના સરંજામને નુકશાન થવાનો અથવા બીજા કોઇ ઉતારૂને ઇજા કે અગવડ થવાનો સંભવ હોય તેવું કોઇ કૃત્ય ન કરવા ઉતારૂને ફરજ પાડી શકાશે
(એચ) ધૂમ્રપાન કરવાનો પ્રતિબંધ કરતી નોટિસ પ્રદર્શિત કરવામાં આવી હોય તે વાહનમાં ઉતારૂને ધૂમ્રપાન ન કરવાની ફરજ પાડી શકશે (આઇ) સ્ટેજ કેરેજમાં ફરિયાદ બુક રાખવાની ફરજ પાડી શકાશે અને ઉતારૂઓ તેમા કોઇ ફરિયાદો નોંધી શકે એ માટેની શરતો ઠરાવી શકાશે.
Copyright©2023 - HelpLaw