
આ પ્રકરણના હેતુઓ માટે નિયમો કરવાની રાજય સરકારની સતા.
(૧) આ પ્રકરણની જોગવાઇઓનો અમલ કરવા માટે રાજય સરકાર નિયમો કરી શકશે
(૨) પૂવૅવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા વિના આ કલમ હેઠળ નીચેની તમામ કે કોઇ બાબત સબંધમાં નિયમો કરી શકાશે. (૧) પ્રાદેશિક અને રાજય વાહનવ્યવહાર સતામંડળોની નિમણૂંકની મુદત તથા શરતો તેમની કામકાજની રીત તથા તેમણે મોકલવાના રિપોર્ટો (૨) એવા કોઇ સતામંડળના (અધ્યક્ષ સહિતના) કોઇ સભ્યની ગેરહાજરી દરમ્યાન એ સતામંડળની કામકાજની રીત અને એ રીતે કરી શકાય તે કામકાજનો પ્રમાર તેના સંજોગોઅને તે
કરવાની રીત (૩) આ પ્રકરણ હેઠળ કરવામાં આવે તે અપીલોનુ સંચાલન અને તેની સુનાવણી એવી અપીલ માટે ભરવાની ફી અને તેનુ રિફંડ (૪) પરમિટના નમૂના સહિત આ પ્રકરણના હેતુઓ માટે વાપરવાના નમૂના (૫) ખોવાયેલી નાશ પામેલી કે ફાટેલી તૂટેલી પરમિટોને બદલે પરમિટોની નકલો આપવા બાબત (૬) હેરફેરના વાહનો સાથે રાખવાના દસ્તાવેજો પ્લેટ અને ચિન્હો તથા તે રાખવાની રીતે અને આવા દસ્તાવેજની ભાષા (૭) પરમિટો પરમિટોની બીજી પ્રતો અને પ્લેટો માટેની અરજીના સબંધમાં આપવાની ફી (૮) આ પ્રકરણ હેઠળ આપવાની તમામ ફી કે તેના કોઇ ભાગમાંથી ઠરાવેલ વ્યકિતઓને કે વ્યકિતઓના ઠરાવેલા વૌને મુકિત (૯) પરમિટોની કસ્ટડી રજૂઆત અને પરમિટ પાછી ખેંચવી કે તેની મુદત પૂરી થયે રદ કરવા બાબત અને ફોક થયેલ કે પાછી ખેંચાયેલ પરમિટ પરત કરવા બાબત (૧૦) બીજા રાજયમાં અપાયેલ પરમિટ સામી સહી વિના રાજયમાં માન્ય થવા માટેની શરતો અને મૉાદા (૧૧) એક પ્રદેશમાં અપાયેલ પરમિટ તે રાજયની અંદરના બીજા પ્રદેશમાં સામી સહી વિના માન્ય થવા માટેની શરતો અને મૉાદાઓ (૧૨) કલમ ૬૭ની પેટા કલમ (૧)માં ખંડ(૩)માં ઉલ્લેખેલી કબૂલાત જેવી કોઇ કબૂલાતને અમલમાં લાવવાના હેતુ માટે પરમિટોને જોડવાની શરતો (૧૩) અપીલ અધિકારીઓ તથા અપીલ કરવાની મુદત અને રીત (૧૪) તમામ કે નિર્દિષ્ટ વિસ્તારોમાં સ્ટેજ અને કોન્ટ્રેકટ કેરેજોના રચના અને ફિટીંગ અને તેની સાથે રાખવાના સરંજામ (૧૫) સ્ટેજ અને કોન્ટ્રેકટ કેરેજની ઉતારૂ સગવડ તથા લઇ જવાના ઉતારૂઓની સંખ્યા નકકી કરવા બાબત (૧૬) સ્ટેજ અને કોન્ટ્રેકટ કેરેજમાં ઉતારૂઓને બદલે આંશિક કે પૂણૅ રીતે માલ લઇ જવા માટેની શરતો (૧૭) સ્ટેજ કે કોન્ટ્રેકટ કેરેજમાં ઉતારૂઓને બદલે આંશિક કે પૂણૅ રીતે માલ લઇ જવા માટેની શરતો (૧૮) હેરફેરના વાહનો રંગવા કે તેને ચિન્હો લગાડવા તેમજ તેમના ઉપર જાહેર ખબર દર્શાવવાનુ નિયમન અને ખાસ કરીને ટપાલ લઇ જવા માટે તે વાહન વપરાય છે એમ કોઇ વ્યકિત માનવાને પ્રેરાય તેવા રંગથી કે તે રીતે હેરફેરના વાહનોને રંગવા કે ચિન્હો લગાડવા ઉપર પ્રતિબંધ
(૧૯) સ્ટેજ કે કોન્ટ્રેકટ કેરેજમાં શબ અથવા ચેપી કે સ્પશૅજન્ય રોગથી પીડાઇ રહેલી વ્યકિતઓને અથવા ઉતારૂઓને અગવડ કે ઇજા પહોંચાડે એવો માલ લઇ જવા તથા તેવા હેતુઓ વપરાતી હોય તે કેરેજોની તપાસ તથા તેનેસારૂ જંતુમુકત કરવા બાબત.
(૨૦) અનુમતિ આવશ્યક હોય તે મોટર કે ટેકસીઓ ઉપર ટેકસીમીટરોની અથવા ધોરણસરના ટેકસીમીટરો વાપરવાની જોગવાઇ અને ટેકસીમીટરોની તપાસણી ચકાસણી અને તેને કરવાનુસીલ
(૨૧) નિર્દિષ્ટ જગા કે વિસ્તારમાં અથવા વિસ્તાર જાહેર કરેલા સ્ટેન્ડ કે થોભવાના સ્થળો સિવાયની જગાએ સ્ટેજ કે કોન્ટ્રેકટ કેરેજે ઉતારૂઓ લેવા કે ઉતરાવવાની મનાઇ કરવા બાબત અને જાહેર કરેલા થોભાવવાના સ્થળે તે વાહનમાં ચઢવા કે તેમાંથી ઊતરવા ઇચ્છતા ઉતારૂઓના કહેવાથી સ્ટેજ કેરેજના ડ્રાઇવરને વાજબી સમય માટે તે વાહન થોભાવવાની અને ઊભુ રાખવાની ફરજપાડવા બાબત.
(૨૨) તેના તમામ ઉપયોગ કરનારાઓની સગવડ માટે રાખવાની પૂરતી સાધન સામગ્રી અને સવલતો સહિત વિધિસર જાહેર કરેલુ કોઇ સ્ટેન્ડ કે થોભાવવાનુ સ્થળ બાંધવા અથવા તેનો ઉપયોગ કરવા અંગે પૂરી પાડવાની જરૂરતો તે સગવડનો ઉપયોગ કરવા માટે લઇ શકાતી હોય તે ફી સ્ટેન્ડો કે સ્થળો ઉપર રાખવાના રેકૉ ત્યાં રાખવાનો સ્ટાફ અને તેની ફરજો તથા વતૅણૂક અને સામાન્ય રીતે તે સ્ટેન્ડો અને સ્થળો ઉપયોગક્ષમ અને સ્વચ્છ હાલતમાં રાખવા બાબત.
(૨૩) મોટર ટેકસીના વર્ગોનુ નિયમન
(૨૪) સરનામામાં કોઇ ફેરફાર અથવા ઉતારૂઓને ભાડા કે બદલાથી લઇ જવા માટે વપરાતુ વાહન ખોટકાઇ જવા કે તેને નુકશાન થવા અંગે ખબર આપવાની હેરફેરના વાહનોના માલિકોને ફરજ પાડવા બાબત.
(૨૫) પરમીટ ધરાવનારા પોતાના કામકાજ માટે વાપરતા હોય તે તમામ જગાઓમાં તમામ વાજબી સમયે નિર્દિષ્ટ વ્યકિતઓને પ્રવેશ કરવા તથા તપાસણી કરવાનો અધિકારી આપવા બાબત.
(૨૬) કાયદેસરનુ કે રાબેતા મુજબનુ ભાડુ આપનાર વ્યકિતને લઇ જવા સ્ટેજ કેરેજોનો ચાર્જ સાંભળનાર વ્યકિતને ફરજ પાડવા બાબત
(૨૭) પશુઓ કે પક્ષીઓ લઇ જવાની શરતો અને તેમને લઇ જવાના પાંજરા કે વાહનોના પ્રકાર અને પશુઓ કે પક્ષીઓ લઇ જવા કે ન લઇ જવા માટેની મોસમો
(૨૮) જાહેર સર્વિસ વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટોનુ વેચાણ કરનારા અથવા આવા વાહનો માટે બીજી રીતે ગ્રાહકો મેળવી આપનારા એજન્ટો કે દલાલોને આપવાના લાઇસન્સ અને તેમના કાયૅવ્યવહારનુ નિયમન
(૨૯) ગુડઝ કેરિયર દ્રારા લઇ જવાતો માલ એકઠો કરવાનુ અથવા તે રવાના કરવાનુ તથા તેના વિતરણનુ કામકાજ કરતા એજન્ટોને આપવાના લાઇસન્સ
(૩૦) હેરફેરના વાહનો તથા તેની અંદરની વસ્તુઓની તથા તેમને લગતી પરમીટોની તપાસણી
(૩૧) માલ વાહનોમાં ડ્રાઇવર સિવાયની વ્યકિતઓ લઇ જવા બાબત (૩૨) હેરફેરના વાહનોમાં માલિકોએ રાખવાના રેકૉ તથા પૂરા પાડવાના પત્રકો અને (((૩૨-એ) કલમ ૬૦ની પેટા કલમ (૩) હેઠળ સ્કીમ બનાવવી (૩૨-બી) અસરકારક સ્પધૅ ઉતારૂ સગવડ અને સલામતી સ્પધૅાત્મક ભાડા અને વધુ પડતા ઉતારૂ ભારણ અટકાવવા માટે પ્રોત્સાહન આપવુ. )) ((નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૯૬ની પેટા કલમ (૨) ના પેટા ખંડ (૩૨) પછી (૩૨-એ) અને (૩૨-બી) ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
(૩૩) ઠરાવાવની અથવા ઠરાવી શકાય તે બીજી કોઇ બાબત.
Copyright©2023 - HelpLaw