રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગની માગૅ વાહનવ્યવહાર સર્વિસને લગતી દરખાસ્ત તૈયાર કરવા અને પ્રસિધ્ધ કરવા બાબત. - કલમ:99

રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગની માગૅ વાહનવ્યવહાર સર્વિસને લગતી દરખાસ્ત તૈયાર કરવા અને પ્રસિધ્ધ કરવા બાબત.

(૧) કાર્યદક્ષ પૂરતી સસ્તી અને યોગ્ય રીતે સંકલિત એવી માર્ગ વાહનવ્યવહાર સર્વિસ પૂરી પાડવા સાર્વજનિક હિતની દૃષ્ટિએ કોઇ વિસ્તાર કે રૂટ કે તેના ભાગ માટે સામાન્ય માર્ગે વાહનવ્યવહાર સર્વિસ અથવા કોઇ ખાસ પ્રકારની તેવી સર્વિસ અન્ય વ્યકિતઓને પૂરેપુરી કે આંશિક રીતે બાકાત રાખીને કે બીજી રીતે રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગે ચલાવેલી જોઇએ તથા તેણે તેનુ સંચાલન કરવુ જોઇએ એવો કોઇ રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગનો અભિપ્રાય થાય તો ત્યાં આપવા ધારેલ સર્વિસ ના પ્રકાર તેમજ તે સર્વિસ જે વિસ્તાર કે ટ ઉપર ચલાવવા આની રૂટ એક યોજના રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગ તૈયાર કરી શકશે અને તેણે તેવી દરેક દરખાસ્ત રાજયના રાજપત્રમાં અને તેવી યોજના હેઠળ આવરી લીધેલ સૂચિત વિસ્તાર અથવા રૂટમાં પ્રાદેશિક ભાષામાં ફેલાવો ધરાવતા ઓછામાં ઓછા એક વર્તમાનપત્રમાં તથા રાજય સરકાર આદેશ આપે તેવી બીજી રીતે પણ પ્રસિધ્ધ કરાવવી જોઇશે.

(૨) ઉપર પેટા કલમ અન્વયે કોઇ દરખાસ્ત પ્રસિધ્ધ થયેલ હોય ત્યારે પેટા લમ (૧)માં ગમે તે જણાવેલ હોય તેમ છતા દરખાસ્ત પ્રકાશિત થયા તારીખથી દરખાસ્ત બાકી હોય તેવા સંજોગોમાં કામચલાઉ ધોરણે પરમીટ સિવાય અન્ય કોઇપણ પરમીટ કોઇ વ્યકિતને આપી શકશે નહિ. આ કામચલાઉ પરમીટ ઇસ્યુની તારીખથી એક વર્ષની અવધિ માટે અગર તો કલમ-૧૦૦ અન્વયે આખરી યોજનાની જાહેર થયેલ તારીખ સુધી અથવા તો એ બન્નેમાંથી જે વહેલુ હોય તે મુદત સુધી જ પરમીટ રહેશે