યોજના સામે વાંધો - કલમ:100

યોજના સામે વાંધો

(૧) કોઇ યોજના રાજયપત્રમાં અને આવી દરખાસ્ત આવરી લેવા ધારેલ વિસ્તાર કે રૂટમાં ફેલાવો ધરાવતા પ્રાદેશિક ભાષાના ઓછામાં ઓછા એક વતૅમાનપત્રમાં પ્રસિધ્ધ થયે રાજપત્રમાં તેની પ્રસિધ્ધિની તારીખથી ત્રીસ દિવસની અંદર કોઇ વ્યકિત તેની સામે વાંધા રાજય સરકાર સમક્ષ રજૂ કરી શકશે.

(૨) વાંધા ઉપર વિચારણા કર્યું ! પછી અન તે વાંધો ઉઠાવનાર કે તેના પ્રતિનિધિઓની અને રાજય વાહનવ્યવહાર અન્ડર ટેકિંગના પ્રતિનિધિઓની તેવી ઇચ્છા હોય તો તેમને સુનાવણીની તક આપ્યા પછી રાજય સરકાર તે દરખાસ્તને અનુમતિ આપી શકશે અથવા તેમા ફેરફાર કરી શકશે.

(૩) પેટા-કલમ (૨) હેઠળ અનુમતિ અાયા અથવા ફેરફાર કરાયા પ્રમાણેની દરખાસ્ત રાજય સરકારે તૈયાર કર્યું પછી રાજપત્રમાં અને એવી યોજના દ્રારા આવરી લીધેલ વિસ્તાર અથવા રૂટમાં પ્રાદેશિક ભાષામાં ફેલાવો ધરાવતા ઓછામાં ઓછા એક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ કરવી જોઇશે અને તેમ થયે તે યોજના રાજપત્રમાં પ્રસિધ્ધિની તારીખ આખરી થશે અને તે અનુમતિ મળેલ યોજના કહેવાશે અને તે જે વિસ્તાર કે રૂટને લગતી હોય તે રૂટો જાહેર કરાયેલ વિસ્તાર અથવા જાહેર કરાયેલ રૂટ કહેવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારની પૂર્વ અનુમતિથી પ્રસિધ્ધ કરવામાં આવી ન હોય તેવી કોઇપણઆંતરરાજય રૂટને લગતી આવી યોજના અનુમતિ મળેલ યોજના ગણાશે નહિ.

(૪) આ કલમમાં ગમે તે મજકૂર હોય તે છતા પેટા-કલમ (૧) હેઠળ રાજયપત્રમાં યોજના સંબંધી દરખાસ્તની પ્રસિધ્ધિની તારીખથી એક વર્ષની મુદતની અંદર રાજપત્રમાં પેટા-કલમ (૩) હેઠળ અનુમતિ આપેલ યોજના તરીકે યોજના પ્રસિધ્ધ કરવામાં ન આવે તો દરખાસ્તનો અંત આપેલ હોવાનું ગણાશે.

સ્પષ્ટીકરણ આ પેટાકલમમાં ઉલ્લેખેલ એક વષૅની મુઘ્નની ગણતરી કરતી વખતે પેટાકલમ (૩) હેઠળની માન્ય યોજનાની પ્રસિધ્ધિ જે કોઇ મુદત અથવા મુદતો દરમિયાન કોર્ટના હુકમથી કોઇ ટેરે ને કારણે અથવા મનાઇહુકમથી અટકી ગઇ હોય તેવી મુક્ત અથવા મુદતો બાદ કરવામાં આવશે.