અમુક સંજોગોમાં રાજય વાહન વ્યવહાર અન્ડરટેકિંગ દ્રારા વધારાની સર્વિસો ચલાવવા બાબત. - કલમ:૧૦૧

અમુક સંજોગોમાં રાજય વાહન વ્યવહાર અન્ડરટેકિંગ દ્રારા વધારાની સર્વિસો ચલાવવા બાબત.

કલમ ૮૭માં ગમે તે મજકૂર હોય તે છતા રાજય વાહન વ્યવહાર અન્ડરટેકિંગ જાહેર હિતમાં મેળા અને ધામિક સમારંભો સબંધી અને તેવા સ્વરૂપના ખાસ પ્રસંગોએ ઉતારૂઓને લાવવા લઇ જવા માટે વધારાની સવિસો ચલાવી શકશે.

પરંતુ રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગે વિલંબ કયૅા સિવાય સબંધિત વાહન વ્યવહાર સતામંડળને આવી વધારાની સવિસ ચલાવવા સંબંધી જાણ કરવી જોઇશે.