
યોજના રદ કરવા અથવા તેમા ફેરફાર કરવા બાબત
(૧) સૂચિત ફેરફાર સંબંધમાં નીચેનાને સુનાવણીની તક આપ્યા પછી કોઇ માન્ય યોજનામાં ફેરફાર કરવાનુ રાજય સરકારને જાહેર હિતમાં જરૂરી લાગે તો તે ગમે તે વખતે તેમ કરી શકશે.
(૨) રાજય સરકાર પેટા કલમ (૧) હેઠળ સૂચિત કોઇપણ ફેરફાર રાજપત્રમાં અને જે વિસ્તારમાં આવો ફેરફાર આવરી લેવા ધારેલ હોય તે વિસ્તારમાં પ્રાદેશિક ભાષામાં ફેલાવો ધરાવતા એક વતૅમાનપત્રમાં રાજપત્રમાં એવી રીતે પ્રસિધ્ધ થયાની તારીખની ત્રીસ દિવસ કરતા ઓછી ન હોય તેવી તારીખ અને આ અથૅ મળેલ કોઇપણ રજૂઆત રાજય સરકાર સંભાળશે તેવા સમય અને સ્થળ સહિત પ્રસિધ્ધ કરશે.
Copyright©2023 - HelpLaw