રાજય વાહનવ્યવવહાર અન્ડરટેકિંગોની પરમીટ કાઢી આપવા બાબત.
(૧) અનુમતિ મળેલ યોજના અનુસાર જાહેર કરાયેલ વિસ્તાર કે જાહેર કરાયેલ રૂટના સબંધમાં સ્ટેજ કેરેજ પરમીટ અથવા માલ વાહનની પરમીટ અથવા કોન્ટ્રેકટ કેરેજની પરમીટ માટે આ અથૅ રાજય સરકાર ઠરાવે તે રીતે રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગ અરજી કરે ત્યારે સદરહુ વિસ્તાર કે રૂટ એ કરતા વધુ પ્રદેશમાં આવતો હોય ત્યારે રાજય વાહન વ્યવહાર સતામંડળે અને બીજા કોઇ કિસ્સાઓમાં પ્રદેશિક વાહનવ્યવહાર સતામંડળે પ્રકરણ -૫ માં કોઇ વિરૂધ્ધનો મજકૂર હોય તે છતા રાજય વાહન વ્યવહાર અન્ડરટેકિંગને તેવી પરમીટ કાઢી આપવી જોઇશે.
(૨) જાહેર કરાયેલ વિસ્તાર કે જાહેર કરાયેલ રૂટ સંબંધમાં અનુમતિ મળેલી યોજનાને અમલમાં મૂકવાના હેતુ માટે યથાપ્રસંગ રાજય વાહન વ્યવહાર સતામંડળ કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ હુકમ કરીને નીચે પ્રમાણે કરી શકશે. (એ) બીજી કોઇ પરમીટ આપવા કે તાજી કરી આપવા માટેની કોઇ અરજી સ્વીકારવાની ના પાડી શકશે અથવા કોઇ નિકાલ બાકી અરજી નામંજૂર કરી શકશે. (બી) કોઇ ચાલુ પરમીટ રદ કરી શકશે.
(સી) નીચેના હેતુ માટે કોઇ ચાલુ પરમીટની શરતોમાં ફેરફાર કરી શકશે. (૧) નિર્દિષ્ટ તારીખ પછી પરમીટને બિનઅસરકતા કરવાના (૨) તે પરમીટ હેઠળ વાપરવાનો અધિકાર આપ્યો હોય તે વાહનોની સંખ્યામાં ઘટાડો કરવાના
(૩) શંકાના નિવારણ માટે આથી જાહેર કરવામાં આવે છે કે પેટા કલમ (૧) કે પેટાકલમ (૨) હેઠળ રાજય વાહનવ્યવહાર સતામંડળે કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે લીધેલા કોઇ પગલા અથવા કરેલા કોઇ હુકમ સામે અપીલ થઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw