જાહેર કરાયેલ વિસ્તાર અથવા જાહેર કરાયેલ રૂટ સંબંધમાં પરમીટો આપવા ઉપર નિયંત્રણ - કલમ:૧૦૪

જાહેર કરાયેલ વિસ્તાર અથવા જાહેર કરાયેલ રૂટ સંબંધમાં પરમીટો આપવા ઉપર નિયંત્રણ

કોઇ જાહેર કરાયેલ વિસ્તાર કે જાહેર કરાયેલ રૂટ સંબંધમાં કલમ ૧૦૦ની પેટા કલમ (૩) હેઠળ યોજના પ્રસિધ્ધ કરવામાં આવી હોય ત્યારે યથાપ્રસંગ રાજય વાહન વ્યવહાર સતામંડળ કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ યોજનાની જોગવાઇઓ અનુસાર હોય તે સિવાય કોઇ પરમીટ આપી શકશે નહિ.

પરંતુ અનુમતિ મળેલી યોજના અનુસાર કોઇ જાહેર કરાયેલ વિસ્તાર કે જાહેર કરાયેલ રૂટમાં સબંધમાં રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગે પરમીટ માટેની અરજી કરી ન હોય ત્યારે યથાપ્રસંગ રાજય વાહનવ્યવહાર સતામંડળ કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળે કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ આવા જાહેર કરાયેલ વિસ્તાર કે જાહેર કરાયેલ રૂટ સંબંધમાં કોઇ વ્યકિતને એવી શરતે હંગામી પરમીટ આપી શકશે કે તે વીસ્તાર કે રૂટ સંબંધમાં રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગને પરમીટ કાઢી અપાયેલ એવી પરમીટ અમલમાં રહેશે નહિ.