વળતર નકકી કરવાના સિધ્ધાંતો અને પધ્ધતિ અને તેની ચુકવણી - કલમ:૧૦૫

વળતર નકકી કરવાના સિધ્ધાંતો અને પધ્ધતિ અને તેની ચુકવણી

(૧) કલમ ૧૦૩ની પેટા કલમ (રાના ખંડ (બી) કે ખંડ (સી) મળેલી સતાની રૂએ કોઇ ચાલુ પરમીટ રદ રવામાં આવે અથવા તેની શરતોમાં ફેરફાર કરવામાં આવે ત્યારે રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગે પરમીટ ધરાવનારને વળતર આપવુ જોઇએ જેની રકમ યથાપ્રસંગ પેટાકલમ (૪) કે પેટાકલમ (૫)ની જોગવાઇઓ અનુસાર નકકી કરવી જોઇશે. (૨) પેટાકલમ (માં ગમે તે મજકૂર હોય તે છતા યથાપ્રંસગ રાજય વાહનવ્યવહાર સતામંડળ કે પ્રાદેશિક વાહનવ્યવહાર સતામંડળ કે એક રૂટ કે વિસ્તારની બદલમાં વૈકલ્પિક રૂટ કે વિસ્તાર માટે પરમીટ આપવાની તૈયારી બતાવે અને પરમીટ ધરાવનાર તેનો સ્વીકાર કરે ત્યારે કોઇ ચાલુ પરમીટ રદ કરવા અથવા તેની શરતોમાંકોઇ ફેરફાર કરવાને કારણે કોઇ વળતર આપવનુ થશે નહિ.

(૩) શંકા દૂર કરવા માટે આથી જાહેર કરવામાં આવે છે કે કલમ ૧૦૩ની પેટાકલમ (૨)ના ખંડ (એ) મુજબ પરમીટ તાજી કરવાની ના પાડવાને કારણે કંઇ વળતર આપવાનુ થશે નહિ.

(૪) કલમ ૧૦૩ની પેટાકલમ (૨)ના ખંડ (બી) કે ખંડ (સી) ના પેટાખંડ (૧) કે પેટા ખંડ (૨)થી મળેલી સતાની રૂએ કોઇ ચાલુ પરમીટ એવી રીતે રદ કરવામાં આવે અથવા તેની શરતોમાં એવી રીતે ફેરફાર કરવામાં આવે કે જેથી જો તેમ ન થયુ હોત તો તે પરમીટ હેઠળ વાપરવા માટે અધિકૃત કરેલુ કોઇ વાહન જે મુદત માટે તે પરમીટ અસરકતા । રહી હોત તે પૂરેપૂરી મુદત માટે વાપરવામાં પરમીટ ધરાવનારે રુકાવટ થાય ત્યારે તે પરમીટ રદ કરવાથી અથવા તેમા ફેરફાર કરવાથી જેને સર થઇ હોય તેવા દરેક વાહન માટે પરમીટ ધરાવનારને આપવાનુ વળતર નીચે પ્રમાણે ગણવુ જોઇશે.

(એ) પરમીટની બાકી રહેલી મુદતના દરેક પુરા મહિના માટે બસો રૂપિયયા અથવા પંદર દિવસ કરતા વધુ હોય તેવા મહિનાના ભાગ માટે

(બી) પરમીટ બાકી રહેલ મુદતના પંદર દિવસ કરતા એકસો રૂપિયા વધુ ન હોય તેવા મહિનાના ભાગ માટે

પરંતુ કોઇપણ સંજોગોમાં વળતરની રકમ ચારસો રૂપીયા કરતા ઓછી હોવી જોઇશે નહિ. (૫) કલમ ૧૦૩ની પેટાકલમ (૨)ના ખંડ (સી)ના પેટાખંડ (3)થી મળલે સતાની રૂએ ચાલુ પરમીટની શરતોમાં એવી રીતે ફેરફાર કરવામાં આવે કે જેથી તે પરમીટ હેઠળ વાપરવા માટે અધિકૃત કરેલા કોઇ વાહનનો વિસ્તાર કે રૂટ ઘટે ત્યારે તેવા થયેલ ઘટાડાને કારણે પરમીટ ધરાવનારને આપવાના વળતરી રકમ નીચેના સૂત્રો અનુસાર ગણવી જોઇશે.

સ્પષ્ટીકરણઃ આ સૂત્રમાં

(૧) એ એટલે પરમીટમાં આવરી લેવયેલ રૂટ કે વીસ્તારની લંબાઇ કે ક્ષેત્રફળનો ઘટાડો (૨) એ એટલે પેટાકલમ (૪) અનુસાર ગણેલ રકમ

(૩) આર એટલે પરમીટ આવરી લેવાયેલા રૂની કુલ લંબાઇ અથવા કુલ વિસ્તાર (૬) પરમીટ રદ કરવાનું અથવા તો તેમા ફેરફાર કરવાનુ જે તારીખથી અસરકતા થાય તે તારીખથી એક મહિનાની અંદર રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગે આ કલમ હેઠળ આપવની વળતરની રકમ તે માટે હકદાર વ્યકિત કે વ્યકિતઓને ચૂકવવી જોઇશે.પરંતુ રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગ એક મહિનાની સદરહુ મુદતની અંદર રકમ ન ચૂકવે તો તે રકમ લેણી થાય તે તારીખથી તેણે દર વષૅ સાત ટકાના દરે વ્યાજ આપવુ જોઇશે.