વાહનોમાંથી મળી આવેલ વસ્તુઓનો નિકાલ. - કલમ:૧૦૬

વાહનોમાંથી મળી આવેલ વસ્તુઓનો નિકાલ.

રાજય વાહનવ્યવહાર અન્ડરટેકિંગ ચલાવતુ હોય તે હેરફેરના વાહનમાં મળી આવેલી કોઇ વસ્તુ ઠરાવેલી મુદતની અંદર તેનો માલિક માગે નહિ તો રાજય વાહનવ્યવહાર અન્ડટેકિંગ ઠરાવેલી રીતે તે વસ્તુ વેંચી શકશે અને વેચાણનુ અનુષંગિક ખચૅ બાદ કયૉ પછી તેના વેચાણની ઉપજ માગણી થયે તેના માલિકને ચૂકવવી જોઇશે.