નિયમો કરવાની રાજય સરકારની સતા.
(૧) રાજય સરકાર આ પ્રકરણની જોગવાઇઓનો અમલ કરવાના હેતુ માટે નિયમો કરી શકશે.
(૨) ખાસ કરીને અને પૂવૅતતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા વિના તે નિયમોમાં નીચેની તમામ કે કોઇ બાબત માટે જોગવાઇ કરી શકાશે.
(એ) કલમ ૯૯ હેઠળ કોઇ યોજના સંબંધી કોઇ દરખાસ્ત પ્રસિધ્ધ કરવાનો નમૂનો
(બી) કલમ ૧૦૦ની પેટાકલમ (૧) હેઠળ વાંધા રજૂ કરવાની રીત
(સી) કલમ ૧૦૦ની પેટાકલમ (૨) હેઠળ વાંધાની વિચારણા અને તેના નિકાલની રીત
(ડી) કલમ ૧૦૦ની પેટાકલમ (૩) હેઠળ મંજૂર કરેલ યોજના પ્રસિધ્ધ કરવાનો નમૂનો
(ઇ) કલમ ૧૦૩ની પેટાકલમ (૧) હેઠળ અરજી કરવાની રીત (એફ) કલમ ૧૦૬ હેઠળ કોઇ હેરફેરના વાહનમાંથી મળી આવેલી કોઇ
વસ્તુ માલિકે માંગવા માટેની| મુદત
અને આવી. વસ્તુનુ વેચાણ કરવાની રીત
(જી) આ પ્રકરણ હેઠળના હુકમો બજાવવાની રીત (એચ) ઠરાવવાની અથવા ઠરાવી શકાય તેવી બીજી કોઇ બાબતો
Copyright©2023 - HelpLaw