વાહનની બનાવટ અને જાળવણી સંબંધી સામાન્ય જોગવાઇ - કલમ:૧૦૯

વાહનની બનાવટ અને જાળવણી સંબંધી સામાન્ય જોગવાઇ

દરેક મોટર વાહન હંમેશા તેને ચલાવનાર વ્યકિતના અસરકારક કાબૂમાં રહે એ રીતે બનાવવું અને જાળવવું જોઇશે

(૨) ઠરાવેલ પ્રકારની યાંત્રિક અને વિધુત સિગ્નલની પધ્ધતિ સાથે સજજ હોય તે સિવાય દરેક મોટર વાહન જમણી બાજુએ સ્ટીઅરિંગ અંકુશ હોય તે રીતે બનાવેલુ હોવુ જોઇશે.

(૩) જો કેન્દ્ર સરકાર એવુ ઠરાવે કે જાહેર હિત માટે યોગ્ય છે અથવા તો એવુ કરવુ અત્યંત જરૂરી છે તો સરકાર ગેઝેટમાં છપાવીને જાહેર કરી શકશે કે તે હુકમમાં દશૅવ્યા પ્રમાણે દરેક ઉત્પાદકે તે યોગ્યતા (સ્ટન્ડૉ) મુજબ દરેક નમૂના કે પ્રોસેસ ઉત્પાદન કરવો પડશે.