
નિયમો કરવાની કેન્દ્ર સરકારની સતા
(૧) કેન્દ્ર સરકાર મોટરવાહનની અને તેની સાથેના ટ્રેઇલરની રચના સાધન અને જાળવણીનું નિયમન કરતા નીચેની તમામ અથવા કોઇપણ બાબતના સંબંધમાં નિયમો કરી શકશે (એ) વાહનો તથા તેમા લઇ જવાના માલની પહોળાઇ ઊંચાઇ લંબાઇ તથા તેનો બહાર નીકળતો ફેલાવો
(બી) ટાયરોના કદ પ્રકાર અને સ્થિતિ તથા માલ તથા તેની મહતમ છૂટક કિંમત તથા ઉત્પાદનનું વર્ષતથા તારીખ તથા મહતમ ભારવહન શકિત વિ. ટાયર ઉપર ઉપસાવેલા હોવા જોઇએ.
(સી) બ્રેક અને સ્ટીઅરિંગ ગીઅર
(ડી) ટીનટેડ સેફટી ગ્લાસના ઉપયોગ ઉપર પ્રતિબંધ સહિત સલામતી કાચનો ઉપયોગ
(ઇ) સિગ્નલ આપવના સાધનો દીવા અને રીફલેકટર (એફ) ઝડપના કાબૂના સાધનો
(જી) ધૂમાડો દશ્ય વરાળ તણખા રાખ કાંકરી કે તેલ બહાર નીકળવા બાબત (એચ) વાહનોમાંથી આવતા અથવા થતા અવાજ ઓછા કરવા બાબત.
(આઇ) ચેસીસ નંબર અને એન્જિન નંબર અને બનાવટની તારીખ કોતરવા બાબત
(જે) ડ્રાઇવર ઉતારૂઓ અને બીજા રસ્તાનો ઉપયોગ કરનારાઓની સલામતી માટે જરૂરી સેફટીબેલ્ટ હેન્ડલ બાસૅ ઓફ મોટર સાઇકલ ઓટો ડીપર્સ અને બીજા સાધનો (કે) અંદર રચેલ સલામતીની યુકિત તરીકે વાહનમાં વાપરેલ ભાગોના ધોરણો (જેમા સોફટવેર સહિત)
(એલ) માનવ જિંદગીને જોખમકારક અથવા ત્રાસદાયક પ્રકારના માલની હેરફેર માટે જોગવાઇ
(એમ) હવા પ્રદૂષણ નીકળવા માટેનુ ધોરણ પરંતુ શકય હોય તેટે સુધી પાવરણના રક્ષણને લગતી બાબતો કોઇ પણ નિયમ પયૅ ાવરણને લગતી બાબતનો ભારત સરકારના મંત્રાલય સાથે વિચારવિનિમય કર્યું। પછી કરવા જોઇશે.
(એન) કેટેલાઇટીક કન્વેટસ કોઇ વગૅના વાહનમાં લગાવે છે કે કેમ તે દશૅ વવા અંગે
(ઓ) જાહેર વ્યવહારના વાહનમાં ઓડિયો વિઝયુઅલ અથવા રેડિયો અથવા ટેપરેકોર્ડર જેવા સાધનો મૂકવા અંગે (પી) વાહનમાં વેચાણ પછીની બાંહેધરી અને તેને લગતા નિયમો બનાવવા અંગે
(૨) પેટા કલમ (૧)માં જણાવેલી બાબતોનુ પાલન કરવાની ખાતરીની રીત અને એવી બાબતનો સબંધમાં સામાન્ય રીતે મોટર વાહન આવા ટ્રેઇલરોના સબંધમાં અથવા ખાસ વગૅના મોટર વાહનો અથવા ટ્રાઇલરોના સબંધમાં અથવા ખાસ સંજોગોમાં મોટર વાહનની જાળવણી સહિતની એવી બાબતોને લગતા પેટાકલમ હેઠળ નિયમો કરી શકાશે.
(((૨-એ) પેટા કલમ (૨)માં સંદર્ભે કરાવેલ તપાસ કરવા માટે પેટા કલમ (૨) હેઠળ સતા પ્રાપ્ત વ્યકિતઓને નીચેની બાબતો માટે દિવાની કાયૅરીતિ સંહિતા ૧૯૦૮ હેઠળ દાવો ચલાવતી વખતે દિવાની કોર્ટની પ્રાપ્ત હોય તેવી તમામ સતાએ પ્રાપ્ત રહેશે જે
(એ) કોઇ વ્યકિત સમન્સથી કોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાવવાની અને તે વ્યકિત સોગંદ ઉપરતપાસવાની
(બી) કોઇ દસ્તાવેજની શોધથી મેળવવા અને તેવા દસ્તાવેજ રજૂ કરવા માટે ફરમાવવાની
(સી) સોંગદનામાથી પુરાવા મેળવવાની અને (ડી) નિર્દિષ્ટ કરવામાં આવે તેવી અન્ય કોઇ બાબતો ))
(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૧૦ની પેટા કલમ (૨) પછી (૨-એ) ઉમેરવામાં
આવેલ છે. અમલ તા-૦૯/૦૮/૨૦૧૯ )) (૩) આ કલમમાં ગમે તે મજકૂર હોય તે છતા (એ) કેન્દ્ર સરકાર આ પ્રકરણની જોગવાઇઓમાંથી કોઇ પણ વગૅના મોટર વાહનોને મુકિત આપી શકશે (બી) રાજય સરકાર કેન્દ્રસરકાર ઠરાવે તેવી શરતોને આધીન રહીને પેટાકલમ (૧) હેઠળ કરેલા નિયમોમાંથી કોઇપણ મોટર વાહન અથવા કોઇપણ વગૅ અથવા વણૅનની મોટર વાહનોને મુકિત આપી શકશે.
Copyright©2023 - HelpLaw