
નિયમો કરવાની રાજય સરકારની સતા.
(૧) રાજય સરકાર કલમ ૧૧૦ની પેટાકલમ (૧) માં નિર્દિષ્ટ કરેલી બાબતો સિવાયની તમામ બાબતો સંબંધી મોટર વાહનો તથા ટ્રેઇલરો બનાવવા સજજ રાખવા તથા તેમને જાળવવાનુ નિયંત્રણ કરતા નિયમો કરી શકશે.
(૨) પૂવૅવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા વિના તમામ મોટર વાહનો કે ટ્રેઇલરો માટે અથવા ખાસ વગૅના કે ખાસ સંજોગોમાંના મોટર વાહનો કે ટ્રેઇલરો માટે આ કલમ હેઠળ નીચેની કોઇ બાબતનુ નિયંત્રણ કરતા નિયમો કરી શકાશે.
(એ) જાહેર સવિસ વાહનોમાં બેઠક વ્યવસ્થા અને ઉતારૂઓને હવામાન સામે રક્ષણ
(બી) સંભળાય તેવા સંકેતોનો કેટલાક સમયે અથવા કેટલીક જગાએ ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ કે નિયંત્રણ
(સી) ત્રાસ કે ભય ઉત્પન્ન કરે તેવા સાધનો લઇ જવા ઉપર પ્રતિબંધ (ડી) ઠરાવેલ અધિકારીઓએ કરવાની વાહનોની મુદતી કસોટી તથાતપાસણી (અને આવી કસોટી માટેના તથા તપાસણી માટેની ચૂકવવા પાત્ર થતી ફી)
(ઇ) નોંધણી ચિન્હો સિવાયની વાહનોએ પ્રદશિત કરવાની વિગતો તથા તે પ્રદશિત કરવાની રીત અને
(એફ) મોટર વાહનો સાથે ટ્રેઇલરોનો ઉપયોગ
Copyright©2023 - HelpLaw