
વજન અને વપરાશ ઉપર મર્યાદા
(૧) રાજય કે પ્રદેશિક વાહનવ્યવહાર સત્તામંડળોએ (ભારે માલ વાહનો અથવા ભારે ઉતારે મોટર વાહનો) માટે પરમીટો આપવા માટેની શરતો રાજય સરકાર ઠરાવી શકશે અને રાજયના કોઇ વિસ્તારમાં કે રૂટ ઉપર તે વાહનો વાપરવા ઉપર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકી શકશે.
(૨) બીજી રીતે ઠરાવ્યુ હોય તે સિવાય કોઇ વ્યકિત હવા ભરેલા ટાયર લગાડયા વિનાનુ મોટર વાહન કોઇ જાહેર જગામાં ચલાવી કે ચલાવડાવી કે ચાલવા દઇ શકશે નહિ.
(૩) કોઇ વ્યકિત નીચે પ્રમાણેનું હોય તેવુ મોટર વાહન કે ટ્રાઇલર કોઇ જાહેર જગ્યામાં ચલાવી કે ચલાવડાવી કે ચલાવવા દઇ શકશે નહિ.
(એ) વાહનના નોંધણીના પ્રમાણપત્રમાં નિદિષ્ટ કરેલા ભાર વગરના વજન કરતા જેનુ ભાર વગરનુ વજન વધુ હોય અથવા (બી) નોંધણીના પ્રમાણપત્રમાં નિર્દિષ્ટ કરેલા ભાર સાથેના નોંધેલા વજન કરતા જેનુ ભાર સાથેનુ વજન વધુ હોય
(૪) પેટા-કલમ (૨) અથવા પેટા-કલમ (૩)ના ખંડ (એ) નો ભંગ કરીને ચલાવાવમાં આવતા મોટર વાહન કે ટ્રેઇલરનો ડ્રાઇવર અથવા તેનો ચાર્જ ધરાવનાર વ્યકિત તેનો માલિક ન હોય ત્યારે તે મોટર વાહન કે ટ્રાઇલરના । માલિકીની જાણ સાથે અથવા તેના હુકમ હેઠળ તે ગુનો કરવામાં આવ્યો હતો એવું કોર્ટે માની લઇ શકશે.
Copyright©2023 - HelpLaw