
વાહનનુ વજન કરાવાની સતા
(૧) મોટર વાહન વ્યવહાર ખાતાના કોઇ અધિકારીને કે જેને રાજય સરકારે આ અંગે સતા આપેલ હોય તે અધિકારીને એમ માનવાને કારણ હોય કે કોઇ માલ વાહન કે ટ્રેઇલર કલમ ૧૧૩નુ ઉલ્લંઘન કરીને વાપરવામાં આવે છે તો તે આગળ જવાના માર્ગે ૧૦ કિલોમીટરના અંતરની અથવા લક્ષ્ય સ્થળના ૨૦ કિલોમીટરની અંતરની અંદર જો કોઇ વજન કરવાનુ સાધન હોય તો ત્યાં વાહન લઇ જવાની ડ્રાઇવરને ફરજ પાડી શકશે અને જો આવી રીતે વજન સબંધમાં કલમ ૧૧૩ની જોગવાઇઓનુ કોઇ રીતે ઉલ્લંઘન કરતુ હોવાનુ જણાય તો તે લેખિત હુકમ કરીને ચલાવનાર એવો આદેશ આપી શકશે કે તે નોટિસમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે સૌથી નજીકની માલ ભરી રાખવા માટે સગવડવાળી જગ્યાએ તે વાહન કે ટ્રેઇલર તેણે લઇ જવું અને કલમ ૧૧૩ની જોગવાઇઓનુ તે વાહનના સબંધમાં પાલન થાય તે રીતે ભાર સાથેનુ તેનુ વજન ઓછું કરવામાં અથવા તે વાહનના સબંધમાં બીજી રીતે વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી તે જગ્યાએ તે વાહન કે ટ્રાઇલર તેણે ખસેડવું નહિ.
(૨) પેટા-કલમ (૧) હેઠળ અધિકૃત કરેલ વ્યકિત લેખિતમાં સદરહુ હુકમ કરે ત્યારે તેણે માલ વાહન ઉપર પરમીટ ઉપર વધારે વજન ભયૅાની સંબંધિત વિગતો નોંધવી જોઇશે અને તે પરમીટ જેણે કાઢી આપી હોય તે અધિકારીને એવા શેરાની હકીકતની જાણ કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw