
વાહનોના ઉપયોગ પર નિયંત્રણ મૂકવાની સતા.
રાજય સરકાર અથવા રાજય સરકારે આ અથૅ અધિકાર આપેલા કોઇ અધિકારને ખાતરી થાય કે જાહેર સલામતી સગવડ ખાતર અથવા કોઇ રસ્તા કે પુલની સ્થિતિને લીધે તમામ વિસ્તારમાં કે કોઇ નિર્દિષ્ટ કરેલા રસ્તા ઉપર મોટર વાહનો અથવા કોઇ નિર્દિષ્ટ કરેલ વગૅના વાહનો ચલાવવા ઉપર અથવા ટ્રેઇલરો વાપરવા ઉપર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકવાનુ જરૂરી છે તો તે રાજપત્રમાં જાહેરનામાથી તે જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા અપવાદો તથા શરતોને આધીન રહીને તે વાહનો ચલાવવા કે ટ્રેઇલર વાપરવા ઉપર પ્રતિબંધ કે નિયંત્રણ મૂકી શકશે અને જયારે તેવો કોઇ પ્રતિબંધ કે નિયંત્રણ મૂકવામાં આવે ત્યારે તેણે યોગ્ય જગ્યાઓએ કલમ ૧૧૬ હેઠળ ટ્રાફિક નિશાનીઓ મૂકાવવી કે ઊભી કરાવવી જોઇશે.
પરંતુ જયારે આ કલમ હેઠળનો કોઇ પ્રતિબંધ કે નિયંત્રણ એક મહિના કરતા વધુ સમય માટે અમલમાં રહેવાનુ ન હોય ત્યારે રાજપત્રમાં તેના જાહેરનામાની જરૂર રહેશે નહિ. પરંતુ તે પ્રતિબંધ કે નિયંતરણી સંજોગો પ્રમાણે થઇ શકે તેવી સ્થાનિક પ્રસિધ્ધિ કરાવવી જોઇશે.
Copyright©2023 - HelpLaw