
ટ્રાફીક નિશાનીઓ ઊભી કરવાની સતા.
(૧) (એ) રાજય સરકાર અથવા રાજય સરકારે આ અથૅ અધીકાર આપેલ કોઇ અધિકારી કલમ ૧૧૨ની પેટા-કલમ (૨) હેઠળ નકકી કરેલી કોઇ ઝડપની મયૅાદા અથવા કલમ ૧૧૫ હેઠળ મૂકેલ પ્રતિબંધ કે નિયંત્રણની જાહેર જાણ થવા માટે અથવા સામાન્ય રીતે મોટર વાહનોના ટ્રાફિકનું નિયમન કરવા માટે કોઇ જાહેર જગામાં ટ્રાફિકની નિશાનીઓ મૂકાવી કે ઊભી કરાવી અથવા તેમ કરવાની પરવાનગી આપી શકશે. (બી) રાજય સરકાર અથવા રાજય સરકારે આ અથૅ અધિકાર આપેલ કોઇ અધિકારી રાજપત્રમાં જાહેરનામા દ્રારા અથવા અનુસૂચિના ભાગ-એમાં જણાવેલ યોગ્ય ટ્રાફિક નિશાનીઓ યોગ્ય જગાએ મૂકાવીને કેન્દ્ર સરકાર કરે તેવા વાહન ચલાવવાના નિયંત્રણોના હેતુ માટે મુકત રસ્તા તરીકે અમુક રસ્તા મુકરર કરી શકશે.
(( (૧-એ) પેટા કલમ (૧) માં કોઇપણ આવેલુ હોય તેમ છતા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા જેની સ્થાપના નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇનડીયા અધિનિયમ ૧૯૮૮ હેઠળ કરવામાં આવેલ હોય અથવા કેન્દ્ર સરકારે અધિકૃત કરેલી હોય તેવી અન્ય એજન્સી પ્રથમ અનુસુચિમાં જોગવાઇ કરેલ ટ્રાફિક નિશાનીઓ રાષ્ટ્રીય ધોરીમાગૅ ઉપર મોટર વાહન ટ્રાફિકના નિયમન કરવા ઊભી કરાવેલ અથવા મુકવામાં આવેલ ટ્રાફિક નિશાનીમાં મુકાવડાવશે અને કોઇ નિશાની અથવા જાહેરાત જે તેના મતે ટ્રાફિક નિશાનીઓ દેખાવામાંથી સ્પષ્ટ થાય તે રીતે મુકાયેલ હોય અથવા જે ટ્રાફિક નિશાની જેવી દેખાતી હોય અને જેનાથી ડ્રાઇવરનું ધ્યાન વિચલિત કરાય તેવી શકયતા હોય તેવી હોય
એવી જોગવાઇ કરવામાં આવે છે કે આ પેટા કલમના હેતુ માટે ભારતીય રાષ્ટ્રીય હાઇવે સતામંડળ અથવા કેન્દ્ર સરકાર દ્રારા અધિકૃત કરવામાં આવેલ અન્ય કોઇ સંસ્થા (એજન્સી) રાજય સરકારના સતામંડળો પાસેથી સહાય મેળવી શકશે અને રાજય સરકારે તેવી સહાય આપવાની રહેશે ))
(૨) અનુસૂચિમાં જોગવાઇ કરેલા હેતુ માટે પેટા-કલમ (૧) હેઠળ ઊભી કરેલી ટ્રાફીક નિશાનીઓ અનુસૂચિમાં જણાવેલા કદ રંગ અને પ્રકારની હોવી જોઇશે અને તેના અથૅ અનુસૂચિમાં જણાવ્યા પ્રમાણે થશે પરંતુ રાજય સરકાર અથવા રાજય સરકારે આ અથૅ સતા આપેલ કોઇ અધિકારી સદરહુ અનુસૂચિમાં દર્શાવેલી કોઇ નિશાનીમાં રાજય સરકારને યોગ્ય લાગે તે લિપિમાં શબ્દો અક્ષરો કે આકૃતિઓની નકલોનો ઉમેરો કરી શકશે પરંતુ આવી નકલોના માપ અને રંગ અનુસૂચિમાં આપેલા શબ્દો અક્ષરો કે આકૃતિઓના જેવા જ રાખવા જોઇશે.
(૩) આ અધિનિયમના આરંભ પછી પેટાકલમ (૧) માં ઠરાવ્યા પ્રમાણે હોય તે સિવાય કોઇ ટ્રાફિક નિશાની કોઇ રસ્તા પર કે તેની બાજુમાં મૂકી કે ઊભી કરી શકાશે નહિ પરંતુ આ અધિનિયમના આરંભની પહેલા કોઇ સતા ધરાવતા અધિકારીએ ઊભી કરેલી તમામ ટ્રાફીક નિશાનીઓ આ અધિનિયમના હેતુ માટે પેટાકલમ (૧)ની જોગવાઇઓ હેઠળ ઊભી કરેલી ટ્રાફિક નિશાનીઓ ગણાશે.
(૪) પોતાના અભિપ્રાય મુજબ કોઇ નિશાની અથવા જાહેરખબર એવી રીતે મૂકેલી હોય કે તેનાથી ટ્રાફિક નિશાની ઢંકાઇ જાય અથવા તે તેના અભિપ્રાય મુજબ ગેરસમજ કરાવે તેટલી હદે ટ્રાફિક નિશાની સાથે મળતી આવતી હોય તો તે નિશાની કે જાહેરખબર દૂર કરવા કે કરાવવાની સતા પોલીસ સુપ્રિન્ટન્ડેન્ટના દરજજાથી ઉતરતા દરજજાના ન હોય તેવા પોલિસ અધિકારીને રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી આપી શકશે. (૫) આ કલમ હેઠળ મૂકવામાં આવેલી અથવા ઊભી કરવામાં આવેલ ટ્રાફિક નિશાનીઓ કોઇ વ્યકિત જાણી જોઇને ખસેડી બદલી કે ભૂંસી શકશે નહિ અથવા તેની સાથે કોઇ પ્રકારે ચેડા કરી શકાશે નહિ.
(૬) આ કલમ હેઠળ જેને માટે તે મૂકવામાં આવી હોય અથવા ઊભી કરવામાં આવી હોય તે હેતુને નિરૂપયોગી બનાવે એવી રીતે કોઇ વ્યકિત કોઇ ટ્રાફિક નિશાનીને અકસ્માતથી નુકશાન કરે તો તેણે તે બનાવના સંજોગોની શકય તેટલી જલદી તથા કોઇપણ કેસમાં તે બને પછી ચોવીસ કલાકના અંદર પોલીસ અધિકારીને અથવા પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઇશે.
(૭) કેન્દ્ર સરકાર તે સમયે જેમા પક્ષકાર હોય તે મોટર ટ્રાફિકને લગતા આંતરરાષ્ટ્રીય કરાર સાથે (પ્રથમ) અનુસૂચિમાં જણાવેલી નિશાનીઓને અનુરલૂપ કરવાના હેતુ માટે કેન્દ્ર સરાર રાજપત્રમાં જાહેરનામાંથી તેવી કોઇ નિશાનીમાં કોઇ વધારે કે ફેફાર કરી શકશે અને તેવું કોઇ જાહેરનામું બહાર પાડવામાં આવે એટલે (પ્રથમ) અનુસુચિ તે અનુસાર સુધારેલી હોવાનુ ગણાશે. (( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૧૬ની પેટા કલમ (૧) પછી (૧-એ) ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))
Copyright©2023 - HelpLaw