વાહનો ઊભા રાખવાની અને થોભાવવાની જગાઓ. - કલમ:૧૧૭

વાહનો ઊભા રાખવાની અને થોભાવવાની જગાઓ.

રાજય સરકાર અથવા રાજય સરકારે આ અથૅ અધિકાર આપેલ કોઇ અધિકારી સબંધ ધરાવતા વિસ્તારમાં હકૂમત ધરાવતા સ્થાનિક સતામંડળ સાથે ચચૅ વિચારણા કરીને જયાં મોટર વાહનો અનિશ્ચિચત મુદત સુધી અથવા નિર્દિષ્ટ મુદત સુધી ઊભાં રહી શકે તે જગાએ તેમજ જયાં જાહેર સર્વિસ વાહનો ઉતારુઓને લેવા તથા ઉતારવા માટે જરૂર હોય તે કરતા વધુ વખત થોભી શકે તે જગાઓ ઠરાવી શકશે.

(( જોગવાઇ કરવામાં આવે છે કે રાજય સરકાર અથવા અધિકૃત એજન્સી માગૅ ઉપયોગકતા ઓની સલામતીને પ્રાથમિકતા આપશે અને આવા સ્થળોના ટ્રાફિકના મુકત પ્રવાહિતા માટેના સ્થળો નિયત કરશે. વધુ જોગવાઇ કરવામાં આવે છે કે આ કલમના હેતુઓ માટે નેશનલ હાઇવેઝ ઓથોરીટી ઓફ ઇન્ડીયા અધિનિયમ ૧૯૮૮ હેઠળ સ્થાપાયેલી હાઇવેઝ ઓથોરીટી ઓફ ઇન્ડીયા અથવા કેન્દ્ર સરકારે અધિકૃત કરી હોય તેવી અન્ય એજન્સીઓને પણ આવા સ્થળે સૂચિત કરશે.

(( નોંધઃ- સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૩૨ મુજબ કલમ ૧૧૭માં નવી જોગવાઇ ઉમેરવામાં આવેલ છે અમલ તા-૦૯/૦૮/૨૦૧૯))