
ટ્રાફિક નિશાનીઓનું પાલન કરવાની ફરજ
(૧) મોટર વાહનના દરેક ડ્રાઇવરે ફરજિયાત ટ્રાફિક નિશાનીથી આપવામાં આવેલ સૂચના અને કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગના વિનિમયો અનુસાર વાહન ચલાવવું જોઇશે અને તે સમયે જાહેર જગામાં ટ્રાફિકનુ નિયમન કરતા પોલીસ અધિકારીએ તેને આપેલ તમામ આદેશોનુ પાલન કરવુ જોઇશે.
(૨) આ કલમમાં ફરજિયાત ટ્રાફિક નિશાની એટલે અનુસૂચિના ભાગ-ક માં સમાવિષ્ટ ટ્રાફિક નિશાની અથવા કલમ ૧૧૬ની પેટાકલમ (૧) હેઠળ મોટર વાહનોના ટ્રાફિકનુ નિયમન કરવા માટે ઊભી કરેલી તેવા જ પ્રકારની (એટલે કે કોઇ રચના શબ્દ કે આકૃતિ દશૅાવતી અને લાલ પૃષ્ઠભૂમિ કે કીનારીવાળી ગોળાકાર પ્લેટની બનેલી કે તેવી પ્લેટ સમાવતી) ટ્રાફિક નિશાની
Copyright©2023 - HelpLaw