
સંકેતો તથા સંકેત આપવાની રચનાઓ
મોટર વાહનના ડ્રાઇવરે કેન્દ્ર સરકારે ઠરાવે તેવા નિર્દિષ્ટ પ્રસંગોએ તેમા નિર્દિષ્ટ સંકેતો આપવા જોઇશે પરંતુ જમણી કે ડાબી બાજુએ વાળવાના અથવા થોભાવવાના ઇરાદાનો સંકેત
(એ) જમણી બાજુએ સ્ટીયરીંગ કન્ટ્રોલવાળા વાહનોની બાબતમાં વાહનને લગાડેલી ઠરાવેલા પ્રકારની યાંત્રીક કે વીજળીક રચનાથી આપી શકાશે.
(બી) ડાબી બાજુ સ્ટીયરીંગ અંકુશ ધરાવતા મોટર વાહનની બાબતમાં વાહનને લગાડેલી ઠરાવેલા પ્રકારની યાંત્રીક કે વીજળીક રચનાથી આપી શકાશે.વધુમાં કોઇ વિસ્તાર કે રૂટના રસ્તાઓની પહોળાઇ અને સ્થિતિ ધ્યાનમાં લઇને તે વિસ્તાર કે રૂટ ઉપર મોટર વાહન ચલાવવા માટે સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી તેમા નિદિષ્ટ કરવામાં આવે તે શરતોએ તે મોટર વાહનને કે તેના કોઇ વગૅને આ અમલમાંથી મુકિત આપી શકાશે.
Copyright©2023 - HelpLaw