પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરવા અંગે સામે પ્રતિબંધ - કલમ:૧૨૪

પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરવા અંગે સામે પ્રતિબંધ

કોઇ પણ વ્યકિત પોતાની પાસે યોગ્ય પાસ અથવા ટિકિટ હોય તે સિવાય કોઇ સ્ટેજ કેરેજમાં મુસાફરી કરવાના હેતુ માટે તેમા દાખલ થઇ શકશે નહિ કે તેમા રહી શકશે નહિ.

પરંતુ જેના દ્રારા કોઇ વ્યકિત મુસાફરી કરવાની હોય તે સ્ટેજ કેરેજમાં ટિકિટો આપવાની વ્યવસ્થા કરી હોય તે વ્યકિત તેવા સ્ટેજ કેરેજમાં દાખલ થઇ શકશે પણ તે તેમા પ્રવેશે કે તરત જ તેણે કંડકટરને અથવા કન્ડકટરના કાર્યો બજાવતા ડ્રાઇવરને પોતના ભાડાની ચૂકવણી કરવી જોઇશે અને પ્રસંગ પ્રમાણે તેવા કંડકટર અથવા ડ્રાઇવર પાસેથી પોતાના પ્રવાસ માટે ટિકિટ મેળવી લેવી જોઇશે.

સ્પષ્ટીકરણઃ આ કલમમાં(એ) પાસ એટલે વિના મૂલ્યે સ્ટેજ કેરેજમાં મુસાફરી કરવા આપેલ હોય તેવી હકદાર વ્યકિતનો ફરજ વિશેષાધિકાર અથવા સૌજન્ય પાસ અને તેમા પાસમાં નિર્દિષ્ટ કરેલી મુદત માટે સ્ટેજ કેરેજમાં મુસાફરી કરવા માટેની ચૂકવણી કમૅ કાઢી આપેલ પાસનો સમાવેશ થાય છે.

(બી) ટિકિટ માં એક તરફથી ટિકિટ અથવા જવાની ટિકિટ અથવા સીઝનટિકિટનો સમાવેશ થાય છે